>
Monday, August 25, 2025

ગીર સોમનાથ: નવાબંદર મરીન પોલીસ દ્વારા ઓલવાણ ગામમાં જુગારનો મોટો કેસ પકડાયો

ગીર સોમનાથ: નવાબંદર મરીન પોલીસ દ્વારા ઓલવાણ ગામમાં જુગારનો મોટો કેસ પકડાયો

 

ગીર સોમનાથ જિલ્લાના ઓલવાણ ગામમાં નવાબંદર મરીન પોલીસે જુગારનો એક મોટો કેસ શોધી કાઢ્યો છે. આ કાર્યવાહીમાં કુલ ૧૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી રોકડા રૂ. ૩૪,૦૬૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઇ/ચા પોલીસ ઇન્સપેક્ટર શ્રી વી.કે.ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.પેટ્રોલિંગ દરમિયાન, પોલીસ હેડ કોન્સ્ટેબલ પાંચાભાઇ પુંજાભાઇ બાંભણીયા, જીતેશકુમાર અરજણભાઇ દમણીયા અને પોલીસ કોન્સ્ટેબલ વાજસુરભાઇ લુંભાભાઇ રામને સંયુક્ત બાતમી મળી હતી. આ બાતમીના આધારે, ઓલવાણ ગામમાં જુગારના અડ્ડા પર રેડ કરવામાં આવી હતી.જેમાં 10 આરોપી ને પકડી પાડ્યા રાજેશભાઇ નથુભાઇ ડાંગરીયા,હરીભાઇ પુંજાભાઈ દમણીયા,સુનીલભાઇ હરસુરભાઈ વાળા,રાજુભાઇ મસરીભાઈ દમણીયા,અરશીભાઇ દાનાભાઇ બાંભણીયા,સંજયભાઇ મનુભાઈ દમણીયા,દિનેશભાઇ કાળાભાઇ દમણીયા,રાણાભાઇ નગાભાઇ દમણીયા,રમેશભાઈ જોધાભાઈ દમણીયા,પ્રવિણભાઇ પુજાભાઇ બાંભણીયા પોલીસે ઘટનાસ્થળેથી રોકડા રૂ. ૩૪,૦૬૦/- અને જુગાર રમવા માટે વપરાતી અન્ય સામગ્રી જપ્ત કરી છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ ૧૨ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ કામગીરીમાં ઇ/ચા પોલીસ ઇન્સ. શ્રી વી.કે.ઝાલા, પો. હેડ કોન્સ. પાંચાભાઈ પુંજાભાઇ બાંભણીયા, જીતેશકુમાર અરજણભાઇ દમણીયા, પો. કોન્સ. જશપાલભાઇ નોંધણભાઇ ડોડીયા, અને વાજસુરભાઇ લુંભાભાઈ રામની ટીમ સામેલ હતી.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores