>
Thursday, August 28, 2025

સાબરકાંઠાના વડાલીમાં 7 જિલ્લાઓના કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ખેડૂતોનું સમર્થન સ્નેહમિલન આનંદ જીન વડાલી ખાતે યોજાયું

સાબરકાંઠાના વડાલીમાં 7 જિલ્લાઓના કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ખેડૂતોનું સમર્થન સ્નેહમિલન આનંદ જીન વડાલી ખાતે યોજાયું

 

સાબરકાંઠાના વડાલી ખાતે ઉત્તર ગુજરાત પોટેટો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ફાર્મર એસોસિએશન દ્વારા સાત જિલ્લાઓના બટાકા પકવતા ખેડૂતોનું સમર્થન સ્નેહમિલન યોજાયું. છેલ્લા ચાર વર્ષથી ચાલતા આ સંગઠન અંતર્ગત, આજે સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ અને પાટણ જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.

આ પ્રસંગે કેન્દ્ર સરકારના પૂર્વ કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર પાસેથી બેસ્ટ ફાર્મર એવોર્ડ મેળવનાર શ્રી રામભાઈ પટેલે પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે છેલ્લા 15 વર્ષથી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતા ખેડૂતોને સંગઠિત કરી, કંપનીઓ સાથે કોર કમિટી બનાવી અનેક પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો છે, જેથી ખેડૂતોને મોટો લાભ થયો છે.

કોર કમિટીના બીપીનભાઈએ જણાવ્યું કે તમામ જિલ્લાઓમાં સતત પ્રવાસ કરીને કંપનીઓ અને સરકાર સાથે બેઠકો યોજાઈ અને ખેડૂતોના હિતમાં નિર્ણયો લેવાયા.

 

બડોલીના સરપંચ કલ્પેશભાઈ પટેલે સ્નેહમિલનને સંકલન સ્નેહમિલન ગણાવ્યું, જ્યારે ભાણપુરના સરપંચ દલજીભાઈએ બંને સંગઠનોને મજબૂત બનાવવા ભારતીય કિસાન સંઘના પ્રયત્નોની પ્રશંસા કરી.

 

આજરોજના કાર્યક્રમમાં કોર ટીમના ફાઉન્ડર લલિતભાઈ મોદીએ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેવા બદલ આભાર વ્યક્ત કર્યો. ભારતીય કિસાન સંઘના પ્રદેશ પ્રચાર પ્રસાર પ્રમુખ અમરતભાઈએ ખેડૂતોને સંદેશ આપ્યો કે, “કંપનીઓ અને સરકાર સામેના દરેક પ્રશ્ને ભારતીય કિસાન સંઘ સદાય ખેડૂતોની સાથે છે.” તેમણે તાજેતરમાં કૃષિ મંત્રી અને કંપનીઓ સાથે થયેલ ચર્ચાઓની માહિતી આપી તથા ભાદરવા સુદ ૬ ના રોજ બલરામ જયંતિનું પૂજન ગામે-ગામે કરવા વિનંતી કરી.

કાર્યક્રમમાં અંદાજે 2500થી વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમની આભારવિધિ સુનિલ પટેલે કરી હતી, જ્યારે મુકેશ પટેલ અને સચિન પટેલે કાર્યક્રમનું સંચાલન કર્યું. અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો.

 

તસવીર અહેવાલ…. વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores