સાબરકાંઠા કલેકટર કચેરી ખાતે સાયબર સિક્યુરિટી અંતર્ગત એક દિવસીય તાલીમ યોજાઈ
સાબરકાંઠા જિલ્લા કલેકટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ ની અધ્યક્ષતામાં જિલ્લાના અધિકારીઓ કર્મચારીઓની સાઇબર સિક્યુરિટી અંતર્ગત એક દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર શ્રી એ ઉપસ્થિત અધિકારીઓ કર્મચારીઓને સાયબર ક્રાઇમ અંગે જાણકારી મળે તેમ જ હાલમાં સરકારમાં ડિજિટલાઈઝેશનનો વ્યાપ વધી રહ્યો છે માટે સાઇબર સિક્યુરિટી ખૂબ જ મહત્વની બાબત હોય આ તાલીમને ખૂબ જ ગંભીરતાથી લઈ સાવચેત રહેવા જણાવ્યું હતું.
ગાંધીનગર સાયબર સિક્યુરિટી એડવાઈઝર શ્રી હાર્દિક નારિયા જણાવ્યું હતું કે, હાલમાં તમામ લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે તેમજ સાઇબર ક્રાઇમ રહેશો ખૂબ જ વધી રહ્યો છે એક જાણકારી મુજબ સાયબર અટેક બાબતે ભારત દુનિયામાં બીજા ક્રમે છે માટે આ બાબતે દરેક લોકો જાગૃત બને તે ખૂબ મહત્વ છે. કોઈપણ ઈમેલ, વેબ સાઇટ, અજાણી વ્યક્તિઓ દ્વારા મળેલ લિંક વગેરે આપણે વગર વિચારે ઓપન કરીએ છીએ તે ખૂબ જ ખતરનાક હોઈ શકે છે. આપણા ફોનના ડેટા ચોરાઈ શકે છે તેમજ નેટબેન્કિંગમાં પણ આપણે પૈસા ગુમાવવાનો વારો આવે છે. આ તમામ બાબતોથી બચવા માટેના ઉપાયો સાવધાની બાબતે તેમને આ તાલીમમાં ચર્ચા કરી હતી.
સરકારમાં કામ કરતા અધિકારીઓ કર્મચારીઓ સરકારી ડેટાની ચોરી ન થાય તેમજ આપણે ત્યાં આવતા નાગરિકોના ડેટા ની ચોરી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવા જણાવ્યું હતું.
વધુમાં તેમણે ઉમેર્યું કે, કોઈ ની સાથે સાઇબર ક્રાઇમ થયો છે ત્યારે તાત્કાલિક ટોલ ફ્રી નંબર ૧૯૩૦ ને સંપર્ક કરી માહિતી આપી મદદ મેળવી શકશો.
આ તાલીમમાં અધિક નિવાસી કલેકટર સુશ્રી ક્રિષ્ના વાઘેલા, એન આઈ સી અધિકારી શ્રી અમિત વ્યાસ સહિત વિવિધ વિભાગોના અધિકારી કર્મચારી તાલીમમાં ઉપસ્થિત રહ્યા હતા.
તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891