>
Monday, October 20, 2025

આજરોજ ઉના તાલુકાના સિમર ગામે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રુપિયા 1.42 (એક કરોડ બેતાલીસ લાખ) ના ખર્ચે તૈયાર થયેલ હિરાબેન વાડી ભાઇ શાહ કન્યા પ્રાથમિક શાળા ના નવા બિલ્ડીંગ નુ લોકાર્પણ કરવામાં આવ્યું 

આજરોજ ઉના તાલુકાના સિમર ગામે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રુપિયા 1.42 (એક કરોડ બેતાલીસ લાખ) ના ખર્ચે તૈયાર થયેલ હિરાબેન વાડી ભાઇ શાહ કન્યા પ્રાથમિક શાળા ના નવા બિલ્ડીંગ નુ લોકાર્પણ કરવામાં આવ્યું

ઉના તાલુકાના સિમર ગામે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રુપિયા ૧.૪૨. લાખ ના ખર્ચે તૈયાર થયેલ બિલ્ડીંગ નુ નામ કરણ તથા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ નવા બનેલા બિલ્ડીંગ નુ નામ હિરાબેન વાડીભાઇ શાહ બિલ્ડીંગ નામ કરવા આવેલ છે અને સાથે સાથે આ અધતન સુવિધા સુસજ્જ બિલ્ડીંગ નુ લોકાર્પણ કરવામાં આવ્યું છે ઉના મતવિસ્તાર ના ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ ના વરદહસ્તે આ બિલ્ડીંગ નુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કન્યા શાળા નુ નવુ બિલ્ડીંગ તમામ પ્રકારની સુવિધાઓ સભર બનાવવા મા આવેલ છે ફાયર સેફ્ટી કોમ્પ્યુટર લેબ પિવા ના પાણી ની સુવિધા સેનિટેસન રમત ગમત ના સાધનો અને મેદાન સહિત ની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે આ શાળામાં એકસુત્રતા જળવાઈ રહે એ હેતુથી થી આ કન્યા શાળા માં શિક્ષક મિત્રોને પણ એક સરખા ગણવેશ સાથે શાળા એ આવે છે આમ કન્યા શાળા ના નવા બિલ્ડીંગ ના લોકાર્પણ કરતા સિમર ગામે ઘર આંગણે એક સારી સુવિધા ઉપલબ્ધ થય છે આ સમારંભમાં ગિર સોમનાથ જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ભાવેશભાઇ ઉપાધ્યાય તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ શ્રી ભરતભાઇ રાઠોડ ખજુદરા સરપંચ પ્રતિનિધિ શ્રી બાલાભાઇ રાઠોડ તથા સામાજિક અગ્રણી શ્રી સંજયભાઇ ગામ ના અનોપસિહજી ભાઇ તથા કાળુભાઇ ડાભી પ્રકાશભાઇ સોલંકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ તકે શાળા ની વિદ્યાર્થી બહેનો દ્રારા પધારેલા મહેમાનો નુ કળશધારણ કરી કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજુ કરવામાં આવેલ હતા

આમ આ રુપિયા ૧.૪૨ લાખ ના ખર્ચે તૈયાર થયેલ બિલ્ડીંગ નુ લોકાર્પણ થતાં કન્યા કેળવણી મા એક નવી ઉર્જા ઉત્પન્ન થય છે બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores