દ્રઢ મનોબળ: દ્રઢ મનોબળ સાથે પાલનપુરનો વિકલાંગ યુવક અંબાજી પદયાત્રા નીકળ્યો.
પાલનપુરના વિકલાંગ નરેશભાઈ ઠાકોર કાંખ ઘોડી લઈ પગપાળા અંબાજી માના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છે.
તેમણેજણાવ્યું હતું કે, દસ વર્ષ પહેલા ફેક્ટરીમાં ટ્રકમાં માર્બલ ભરતા વજનદાર પથ્થર પગ ઉપર પડ્યો હતો.
મારો જીવ બચી ગયો હતો પરંતુ પગ કપાવવો પડ્યો હતો.
માતાજીએ જીવ બચાવતા છેલ્લા ત્રણ વર્ષથી ચાલતા અંબાજી જાઉં છું. દિવસે દિવસે ચાલુ છું રાત્રે આરામ કરું છું. પરિવારમાં પત્ની ભાવનાબેન અને બે પુત્રો છે. મૂળ વતન સાસમ છે.જોકે પાલનપુરના મલાણા પાટીયે ભાડેથી ઘર રાખી હાઇવે ઉપર ચા ની લારી ચલાવી પરિવારનું ગુજરાન પૂરું કરું છું. રિપોર્ટ પરબત દેસાઈ પાલનપુર