>
Sunday, September 7, 2025

પ્રાંતિજના સલાલ નજીક અંબાજી પદયાત્રીઓ માટે મેડિકલ કેમ્પ સાથે સ્વચ્છતા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત વિસામો એટલે પાટીદાર વિસામો

પ્રાંતિજના સલાલ નજીક અંબાજી પદયાત્રીઓ માટે મેડિકલ કેમ્પ સાથે સ્વચ્છતા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત વિસામો એટલે પાટીદાર વિસામો

 

યાત્રિકોને વિનામૂલ્ય શુદ્ધ સાત્વિક ભોજન પાણીની વ્યવસ્થા – પદયાત્રા સંસ્કૃતિ અને પર્યાવરણ જાળવણી

“આસ્થા તમારી, વ્યવસ્થા અમારી ” ના મંત્ર સાથે અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહા મેળામાં જતા પદયાત્રીઓને સાબરકાંઠા જિલ્લામાં સારી વ્યવસ્થા અને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને સ્થાનિક લોકોના સહયોગ થી અનેક જગ્યાએ પદયાત્રી સેવા કેમ્પ બનવામાં આવ્યા છે. જેમાં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ ખાતે પાટીદાર પદયાત્રી વિસામો છેલ્લા પાંચ વર્ષથી ગ્રામજનો અને વહીવટી તંત્રની મદદ દ્વારા કરવામાં આવે છે. જ્યાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સાફ સફાઈ અને પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ બાબતે ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

આ સેવા કેમ્પના આયોજક શ્રી ભાવેશભાઈ મણિભાઈ પટેલ જણાવે છે કે, છેલ્લા પાંચ વર્ષથી તેઓ આ સેવા કેમ્પનું આયોજન કરે છે. અહીં પદયાત્રીઓને ગરમા ગરમ ભોજન શુદ્ધ પાણી વ્યવસ્થા કરવામાં આવી છે સાથે વહીવટી તંત્ર દ્વારા અહીં મેડિકલ કેમ્પ ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સાથે આ જગ્યાની સાફ-સફાઈ માટે સલાલ ગ્રામ પંચાયતના ટ્રેક્ટર દરરોજ કચરો અહીં લેવા આવે છે. સખી મંડળની બહેનો દ્વારા દરરોજ સાફ-સફાઈ કરવામાં આવે છે. એકત્રિત થયેલા કચરાને અહીંથી ગ્રામ પંચાયતના ટ્રેક્ટર દ્વારા દલપુર ખાતે સેગ્રીગેશન શેડમાં લઈ જવામાં આવે છે.

 

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અહીંથી પસાર થતા પદયાત્રીઓને સ્વચ્છતાનું મહત્વ સમજાય તેમજ પદયાત્રા દરમિયાન પ્લાસ્ટિક કચરો રસ્તામાં ગમે-તેમ ન ફેકે તેવી અપીલ કરવામાં આવે છે.

પદયાત્રા એ આપણી સંસ્કૃતિનો ભાગ છે આ સંસ્કૃતિની જાળવણી સાથે જ પર્યાવરણની જાળવણી કરવા માટે સ્વચ્છતા ઉપર ભાર મૂકવો તેમજ પ્લાસ્ટિક મુક્ત ભારત માટે પ્રયાસ કરવો એ સૌની નૈતિક જવાબદારી છે. સ્વચ્છતા નું મૂલ્ય સમજાવતા આ સેવા કેમ્પ થકી અનેક પદયાત્રીઓને સેવાનો લાભ મળ્યો છે. આ કેમ્પમાં ગામના યુવાનો,ગ્રામ પંચાયતના સદસ્યો, સરપંચ શ્રી તેમજ તલાટી કમ મંત્રી સૌ પોતપોતાની રીતે મદદરૂપ બની સ્વચ્છતાનો સંદેશ ફેલાવી રહ્યા છે.

 

બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores