વડાલી ખાતે ૧૫૦૦ માં જશને ઇદે મિલાદ નિમિતે ભવ્ય જુલૂસ નીકળ્યું
ઠેર ઠેર કેક તથા નિયાઝ શરીફ વહેચી ઉજવણી કરાઇ

જિલ્લા ના વડાલી માં આન બાન અને શાન સાથે હઝરત મોહમદ પયગમ્બર સાહેબ ૧૫૦૦ માં જન્મ દિવસ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી આજે સવાર થી વડાલી ની અશરફી મસ્જિદ માં નાત શરીફ સાથે કુરઆન ખ્વાની તથા નીયાઝ શરીફ નો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો સવારે અશરફી મસ્જિદ થી ભવ્ય ઝુલુસ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો જે જુલૂસ વડાલી ધરોઈ રોડ થઈ વડાલી કસ્બા થઈ અશરફી મસ્જિદ પરત ફર્યું હતું. ત્યારે મુસ્લિમ ભાઈઓએ વડાલી પોલીસ નું સ્વાગત કરી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા આ જુલૂસ માં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો નાત શરીફ સાથે યા મર હબા યા મુસ્તુફા ની નાત શરીફ પઢતા યુવાનો નઝરે પડતાં હતા જ્યારે વડાલી કસ્બા , ધરોઈ રોડ સહિત યુવાનો દ્વારા ચોક લેટ, પાણી ની બોટલ, સરબત સહિત નું વિતરણ કર્યું હતું જ્યારે ઠેર ઠેર કેક કાપી હઝરત મોહમ્મદ પયગંબર સાહેબ ના જન્મ દિવસ ની ઉજવણી ઉલ્લાસ પૂર્વક કરવામાં આવી હતી આ પ્રસંગે વડાલી પોલીસ સ્ટેશન ના નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી આર પઢેરિયા સાહેબ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર કે જોશી સાહેબ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી પ્રસંગ ને સફળ બનાવ્યો હતો
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાથે ફજલભાઈ મેમણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145735
Views Today : 