ગીર ગઢડાના વેળાકોટમાં મોડી રાત્રે બંધ મકાનમાંથી ચોરી: તસ્કરો રોકડ રકમ લઈ ફરાર
ગીર ગઢડા: ગીર ગઢડા તાલુકાના વેળાકોટ ગામમાં મોડી રાત્રે ચોરોએ એક બંધ મકાનને નિશાન બનાવી ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. મળતી માહિતી મુજબ, તસ્કરો મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા અને ઘરમાંથી રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા હતા.આ ઘટના વેળાકોટ ગામના એક બંધ મકાનમાં બની હતી.
મકાન માલિક હોસ્પિટલના કામ અર્થે ઉના ગયા હોવાથી તસ્કરોએ આ વાતનો લાભ ઉઠાવી મકાનનો મુખ્ય દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો.
ઘરમાં પ્રવેશ્યા બાદ તેઓએ સામાન વેર-વિખેર કરી નાખ્યો હતો અને તિજોરીમાંથી રોકડ રકમ ચોરી કરી હતી.