>
Sunday, October 19, 2025

ઉના તાલુકાના દેલવાડા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના બિલ્ડીંગ બાબતે તાલુકા ભાજપ પ્રમુખ હિરેનભાઇ બાંભણિયા એ સરકાર ના આરોગ્ય મંત્રી રુષિકેસભાઇ પટેલ ને કરી રજુઆત

ઉના તાલુકાના દેલવાડા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના બિલ્ડીંગ બાબતે તાલુકા ભાજપ પ્રમુખ હિરેનભાઇ બાંભણિયા એ સરકાર ના આરોગ્ય મંત્રી રુષિકેસભાઇ પટેલ ને કરી રજુઆત ગિર સોમનાથ જિલ્લા ના સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામ તથા ઉના તાલુકાના દેલવાડા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો નુ બિલ્ડીંગ રુપિયા ૨૨૦૫૭૨૮૬/ ની રકમ થી મંજૂર કરવામાં આવ્યા હતા જેની ટેન્ડર પ્રક્રિયા કરી વર્ક ઓર્ડર પણ આપવામાં આવ્યો હતો જેમાં સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામ એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો નુ બિલ્ડીંગ બની ગયુ પરંતુ ખાટલે મોટી ખોટ કે દેલવાડા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નુ બિલ્ડીંગ ના બનીયુ અંગત વર્તુળ માંથી જાણવા મળતી વિગતો અનુસાર દેલવાડા ગામે પંચાયતની પાણી ની પાઇપ લાઇન આ બિલ્ડીંગ નજીક થી પસાર થતી હોય એને અન્ય જગ્યાએ સિફટ કરવા માટે એજન્સી એ અવારનવાર સ્થાનિક પંચાયત ને જણાવવા છતાં કોઈ કારણસર આ પાણી ની પાઇપ લાઇન સિફટ કરવા આવી ના હોય અને સમય મર્યાદા પુરી થતાં એજન્સી બિલ્ડીંગ નુ કામ ચાલુ કરીયા વગર જતી રહી છે આ બાબતે દેલવાડા ગામ ના આગેવાન અને તાલુકા ભાજપ પ્રમુખ હિરેનભાઇ બાંભણિયા એ રાજ્ય ના આરોગ્ય મંત્રી રુષિકેસભાઇ પટેલ ને પત્ર લખીને મંત્રી શ્રી દ્રારા અંગત રસ દાખવી આ દેલવાડા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નુ બિલ્ડીંગ વહેલી તકે બનાવવા મા આવે એવી રજૂઆત પણ કરી છે સાથે સાથે બિલ્ડીંગ ના અભાવે હાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નજીક ના આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે હંગામી ધોરણે ચાલુ હોય ત્યાં સગવડતા ના અભાવે લોકો ને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે હાલ નુ દેલવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મધર કેન્દ્ર હોય આજુબાજુ ના ઘણા ગામડાઓમાં આશિર્વાદ સમાન હોય જેથી કરીને તાત્કાલિક અસરથી બિલ્ડીંગ બનાવવા રજૂઆત કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores