ભારત ગેસ કંપનીના બાટલામાંથી ગેરકાયદેસર રીફીલીંગ કરી રાંધણ ગેસની ચોરી કરતા ઇસમોને પકડી પાડતી એસ.ઓ.જી. ટીમ પાટણ
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ, કચ્છ-ભુજ તથા શ્રી ડી.ડી.ચૌધરી સાહેબ, I/C પોલીસ અધિક્ષક, પાટણનાઓ તરફથી મળેલ સુચના અનુસાર એસ.ઓ.જી. પો.ઇન્સ.જે.જી.સોલંકીનાઓના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી પાટણના પોલીસ કર્મચારીઓ પાટણ ટાઉન વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પીતામ્બર તળાવ રોહીતનગર વિસ્તારમાં આવતા બાતમી હકીકત મળેલ કે, પાટણ રોહીતનગર, પીતામ્બર તળાવ ખાતે રહેતો પરમાર આશીષભાઇ મેલાભાઇ પોતાના ઘરની પાસે આવેલ પોતાની ખુલ્લી જગ્યામાં લોડીંગ રીક્ષામાં રાંધણ ગેસના બાટલા ભરી લાવી રાંધણગેસના ભરેલ બાટલામાં ગે.કા.રીતે ખાલી ગેસના બાટલામાં રીફીંલીંગ કરે છે. અને હાલમાં પણ તેની આ કામગીરી ચાલુ છે. જે હકીકત બાબતે સદરી જગ્યાએ જઇ તપાસ કરતા એક ઇસમ લોડીંગ રીક્ષામાં રાંધણ ગેસના બાટલા ભરી લાવી નીચે ઉતારી ગેસના બાટલાનું લોખંડની પાઇપ વડે રીફીલીંગ કરી કાળા બજારનો કારોબાર કરતા હોવાનુ જણાઇ આવેલ હોઇ પાટણ પુરવઠા અધિકારીનાઓને રૂબરૂ બોલાવી ઓછા વતા ભરેલા ભારત ગેસના રાંધણ ગેસના કૂલ-૨૧ ગેસના બાટલા કિં.રૂ. ૪૨,૦૦૦/- તથા લોખંડની પાઇપ ભુંગડી નંગ-૧ કિં.રૂ.૦૦/૦૦ તથા ગ્રાહકોના બીલ નંગ-૨પ કી.રૂ.૦૦/૦૦ તથા BAXY કંપનીની વાદળી કલરની લોડીંગ રીક્ષા નં. જીજે ૨૪ ડબ્લ્યુ પપ૩૮ કિં.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કૂલ કિં.રૂ.૧,૪૨,૦૦૦/- ના મુદામાલ મુદામાલની કાયદેસરની કાર્યવાહી કરી તજવીજ કરેલ છે.પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) આશીષભાઇ મેલાભાઇ ત્રિકમભાઈ પરમાર રહે.પાટણ ૨૫, રોહીતનગર સોસાયટી, પીતામ્બર તળાવ, તા.જી.પાટણ
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીઓની વિગતઃ-
(૧) શ્રી જે.જી.સોલંકી, પોલીસ ઇન્સપેક્ટર, એસ.ઓ.જી. શાખા, પાટણ
(૨) શ્રી ડી.કે.ચૌધરી પો.સ.ઈ. એસ.ઓ.જી.
(૩) એ.એસ.આઇ અબ્બાસખાન કરીમખાન
(૪) એ.એસ.આઇ. બળદેવસિંહ પ્રવિણજી
(૫) એ.એસ.આઇ રણજીતસિંહ જગતસિંહ
(૬) અ.હેડ.કો. નરેન્દ્રસિંહ વાઘાજી
(૭) અ.પો.કો પ્રવિણદાન લક્ષ્મણદાન
(૮) અ.પો.કો વિજયસિંહ રામસિંહ
(૯) અ.પો.કો. જગદીશકુમાર નવીનભાઇ
(૧૦) ડ્રા.પો.કો વિક્રમજી પરાગજી