*અરવલ્લીઃબાયડ તાલુકામાં અકસ્માતોની વણઝારઃબાયડ-નડીયાદ હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માતમાં એકનું મોત*
બાયડ તાલુકાના માર્ગ છેલ્લા બે દિવસથી રક્તરંજીત બનવા પામ્યા છે. બુધવારે અને ગુરૂવારે માર્ગ અકસ્માતમાં ચાર વ્યક્તિઓના મોત નિપજ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
બાયડ-નડીયાદ હાઈવે ઉપર નાયરા પેટ્રોલ પંપ નજીક ગુરૂવાર બપોરના સુમારે અકસ્માત સર્જાયો હતો જેમાં એકનું મોત નિપજ્યુ હતું મરણ જનાર રાજસ્થાનના બળદેવભાઈ નામ પોલીસ સ્ટેશન પાસેથી માહીતી મળેલ છે.
બપોરના સુમારે બપોરના સુમારે પેટ્રોલ પંપ નજીક બે ટ્રક સામ સામે અથડાતાં ટ્રક પલટી ખાઈ જતાં એક વ્યક્તિ ટ્રક નીચે દબાઈ જતાં ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ.
અકસ્માતની ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો અકસ્માત જોવા માટે ઉમટી પડયા હતા.
ડી આર સોલંકી
બાયડ