ગત તારીખ 19/8/2025 ના રોજ ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામે તથા અમરેલી જિલ્લાના જાફરાબાદ ગામે દરીયા મા બનેલા અકસ્માત સંદર્ભે રાજય ના પુર્વ કેબિનેટ મંત્રી તથા સહકાર ક્ષેત્ર ના પીઢ આગેવાન દિલીપ ભાઇ સંઘાણી સાહેબ એ માછીમારો સાથે કરી મુલાકાત
ગત તારીખ 19/8/2025 ના રોજ દરીયાઇ આપદા વખતે જાફરાબાદ તથા સૈયદ રાજપરા ગામ ની બોટો દરીયા મા ડુબી જતાં રાજપરા ગામ ના ચાર માછીમાર ભાઇઓ તથા જાફરાબાદ ગામ ના સાત માછીમાર ભાઇઓ દરીયા મા ડુબી ગયા હતા અને લાપતા થયા છે એવા સમાચાર રાજય ના પુર્વ કેબિનેટ મંત્રી શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ ને મળતા સંઘાણી સાહેબ જાફરાબાદ ખાતે માછીમાર ભાઇઓ ની મુલાકાત કરવા આવેલ હતા આ દરમિયાન જાફરાબાદ ગામ ના યુવા આગેવાન શ્રી ધર્મેશ ભાઇ બારીયા સહિત ના આગેવાનો એ દિલીપ ભાઇ સંઘાણી સાહેબ ને રુબરુ મળી માછીમારો ને શોધવા ઉપરાંત માછીમારી દરમિયાન દરિયા મા પડતી હાલાકી બાબતે સંવેદનશીલ રજુઆત કરી હતી આ તકે નગરપાલિકા પુર્વ પ્રમુખ સરમણ ભાઇ બારૈયા કોળી સમાજ ના આગેવાન જીવનભાઇ બારૈયા સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે મુસ્લિમ સમાજના માછીમાર આગેવાનો ઉપસ્થિત રહી રજુઆત કરી હતી
આમ શ્રી ધર્મેશ ભાઇ બારીયા નાની વયે પણ માછીમાર સમાજ ની રજૂઆત સંદર્ભ મા હર હંમેશ આગળ રહ્યા છે ધર્મેશ ભાઇ બારીયા ની રજૂઆત સંદર્ભ દિલિપભાઈ સંઘાણી સાહેબ એ અસરકારક પ્રતૃતર આપેલો અને માછીમારો ને શોધવા માટે તથા પડતી હાલાકી નિવારવા સરકાર મા રજુઆત કરવામાં આવસે એવી હૈયાધારણ આપી હતી બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના