લવારા ચેક પો.સ્ટ ખાતેથી માદક પદાર્થ મેફેડ્રોન વજન 70.00 ગ્રામ જેની કિ.રૂ. 7,00,000/- તથા અન્ય મુદામાલ મળી કુલ મુદામાલ કિ.રૂ.10,70,520/-સાથે બે ઈસમોને પકડી પાડતી ધાનેરા, બનાસકાંઠા પોલીસ.
શ્રી ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષક,સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ કેફી પદાર્થના ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા સારૂ આપેલ સુચના અંતર્ગત, શ્રી એસ.એમ.વારોતરીયા, નાયબ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ થરાદ નાઓના માર્ગદર્શન મુજબ,
શ્રી એમ.જે.ચૌધરી, પોલીસ ઈન્સ્પેક્ટર ધાનેરા પોલીસ સ્ટેશન નાઓએ સ્ટાફના માણસો સાથે લવારા ચેકપોસ્ટ ખાતેથી સ્વીફટ ગાડી રજી નં.GJ 05 BX 8847 ના ડ્રાઈવર તહો.નં (1) પન્નેસીંહ મોડસીંગ જાતે.રાજપુત ઉ.વ.39 ધંધો.મજુરી (ચા ની કીટલી) રહે.કતારગામ વેડરોડ હરીઓમ મીલની પાછળ સુરત તા.જી.સુરત મુળ રહે.મુનતલા કાબા તા.ભીનમાળ જી.ઝાલોર(રાજસ્થાન) તથા ગાડીના માલીક તહો નં.(2) ધાર્મીન વિનોદભાઈ જાતે.પટેલ ઉ.વ.31 ધંધો.ડ્રાઈવિંગ રહે.બી-630, સીતારામ સોસાયટી, અર્ચના સકુલની પાસે, પુણાગામ, સુરત તા.જી.સુરતવાળાઓના કબ્જામાંથી ગેરકાયદેસર અને વગર પાસ પરમીટનો માદક પદાર્થ મેફેડ્રોન વજન 70.00 ગ્રામ જેની કિ.રૂ. 7,00,000/- ના મુદામાલ તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.10,70,520/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી બંન્ને ઈસમો વિરુધ્ધમા આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
> કામગીરી કરનાર અધિકારીશ્રીની વિગત
શ્રી એમ.જે.ચૌધરી,પોલીસ ઈન્સ્પેક્ટર,ધાનેરા
શ્રી ગોવિંદભાઈ,હેડ કોન્સ.,ધાનેરા
શ્રી ખુમાભાઈ,હેડ કોન્સ.,ધાનેરા
શ્રી રમેશભાઈ વી,પો.કોન્સ.,ધાનેરા
શ્રી રમેશભાઈ એન,પો.કોન્સ.,ધાનેરા
શ્રી કાળાભાઈ,પો.કોન્સ.,ધાનેરા
શ્રી સુરપાલસિંહ,પો.કોન્સ.,ધાનેરા
શ્રી મુકેશભાઈ,પો.કોન્સ.,ધાનેરા
શ્રી શિલ્પાબેન,વુ.પો.કોન્સ.,ધાનેરા
શ્રી ગણપતસિંહ,ડ્રા,પો.કોન્સ.,ધાનેરાઅહેવાલ = અલ્તાફ મેમણ પાલનપુર