બનાસકાંઠા માં ભારે વરસાદથી પ્રભાવિત બનાસકાંઠા – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લીધી મુલાકાત…
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસેલા ભારે વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિનો જાતે જ જાયજો લેવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુવારે સુઈગામ પહોંચ્યા હતા.
સુઈગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આશ્રયસ્થાનોમાં આશરો લઈ રહેલા પૂરગ્રસ્ત લોકો સાથે વાતચીત કરી મુખ્યમંત્રીએ સરકાર તરફથી અપાતી સગવડીઓ અને રાહત કામગીરી અંગેની સમીક્ષા કરી. મુખ્યમંત્રીએ ગ્રામજનોને વિશ્વાસ અપાવ્યો કે આ મુશ્કેલ ઘડીએ સરકાર તેમની બાજુએ છે.
સુઈગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી વરસાદી પાણી ભરાયેલા વિસ્તારો તેમજ જલોત્રા સબ સ્ટેશન પણ પહોંચ્યા હતા અને તંત્રને પરિસ્થિતિ ઝડપભેર પુર્વવત કરવા જરૂરી સૂચનાઓ આપી હતી.
તે પહેલાં મુખ્યમંત્રી વાવ એ.પી.એમ.સી. ખાતે ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો અને રાત્રી રોકાણ પણ કર્યું હતું. ઉપરાંત, સુઈગામ – નાગલા – ખાનપુર જેવા વિસ્તારોની મુલાકાત લઈ પૂરગ્રસ્તોની હાલત તથા આશ્રય સ્થાનોમાં આપવામાં આવતી સુવિધાઓનો પણ જાતે જ અભ્યાસ કર્યો હતો.
આ મુલાકાત દરમ્યાન વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુત મુખ્યમંત્રી સાથે જોડાયા હતા.
*અહેવાલ શૈલેષ ભાઈ સી ઠાકોર*