>
Saturday, September 13, 2025

૦૮/૦૯/૨૦૨૫ દરમિયાન ભારે વરસાદ અને વાવાઝોડાની કુદરતી આફતોને કારણે થયેલ ગંભીર નુકસાન તરફ ધ્યાન દોર્યું અતિવૃષ્ટિ અને પૂરને લીધે વિસ્તારમાં પાકનું વ્યાપક નુકસાન,

આજ રોજ સુઈગામ ખાતે બનાસકાંઠા જિલ્લામ કોંગ્રેસ સમતિના પ્રમુખ સાથે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને રૂબરૂ મળીને બનાસકાંઠા જિલ્લાના સુઈગામ, વાવ,થરાદ અને ભાભર તાલુકામાં તાજેતરમાં તા. ૦૬/૦૯/૨૦૨૫ થી ૦૮/૦૯/૨૦૨૫ દરમિયાન ભારે વરસાદ અને વાવાઝોડાની કુદરતી આફતોને કારણે થયેલ ગંભીર નુકસાન તરફ ધ્યાન દોર્યું અતિવૃષ્ટિ અને પૂરને લીધે વિસ્તારમાં પાકનું વ્યાપક નુકસાન, જમીનધોવાણ, ઘરોનું ધરાશાયી થવું અને પશુઓનું મૃત્યુ થયું છે, જેનાથી ખેડૂતો અને નાગરિકો આર્થિક સંકટમાં છે.પશુઓનું મૃત્યુ અને નુકસાનથી પશુપાલકોને તકલીફ પડી છે સાથે પોસ્ટમોર્ટમની શરતને કારણે વળતરમાં વિલંબ થાય છે, જેનાથી રોગચાળો ફેલાવવાનો ભય છે અને માનનીય મુખ્યમંત્રી સમક્ષ નિચે મુજબની માંગણીઓ મૂકવામાં આવી

 

(1)પાકનુકસાન, જમીનધોવાણ, ઘરધરાશાયી અને પશુનુકસાનનું તાત્કાલિક સર્વેક્ષણ કરી પીડિતોને નાણાકીય વળતર આપવું. ખેડૂતોને તાત્કાલિક ધોરણે અઠવાડિયાની કેસડોલની સહાય આપવી.

 

(2)બેઘર પરિવારો માટે રહેવાની વ્યવસ્થા અને પુનર્વસન યોજનાઓ અમલમાં મૂકવી.

 

(3)રોગચાળાની શક્યતા ટાળવા પશુઓના નિકાલ માટે તાત્કાલિક પગલાં લેવા અને પશુઓમાટે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે.

 

(4) ખેડુતોને પાક નુકશાની માટે પ્રતિ હેક્ટર રૂા.૫૦,૦૦૦/- થી વધુની સહાય ચુકવવી જોઇએ અને પ્રતિ ખાતેદર ર હેકટરની મર્યાદા રાખવામાં આવે છે તે સરકારે ઉદારતા દાખવી ના રાખવી જોઈએ.વધુમાં, ખેતર માલિકના ખેતરમાં ખેતમજુરી કરતા ભાગીયાઓ માટે પણ સહાય આપવાની જાહેરાત કરવી જોઇએ.

આ ત્વરિત પગલાંથી ખેડૂતો અને નાગરિકોને રાહત મળશે અને તેઓ જીવન ફરી શરૂ કરી શકશે. મુખ્યમંત્રીશ્રીએ સકારાત્મક પ્રતિસાદ અને ઝડપી કાર્યવાહીની ખાતરી આપી છે

 

વિશેષ નોંધ:- આ કપરી પરિસ્થિતિમાં ખેડૂતો, પશુપાલકો, મજદુરો અને શહેરી વિસ્તારના નાગરિકોને 1000 કરોડ નું વિશેષ પૅકેજ આપવા માટે વિસ્તારના લોકો વતી વિનંતી કરી છે

રીપોર્ટ નરસીભાઈ દવે લુવાણા કળશ થરાદ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores