તારીખ 13/09/2025 ના રોજ સાબરકાંઠા જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘની જનરલ સભા શ્રી પંચશીલ વિદ્યામંદિર, કાંકણોલ ખાતે મળી.જેમાં સને:2025-2026 અને 2026-2027 એમ બે વર્ષ માટે જીલ્લાની કારોબારી નિમવામાં આવી જેમાં,
પ્રમુખશ્રી પ્રવિણસિંહ બી.રાણા
મહામંત્રી પંકજકુમાર આર.પટેલ
ઉપપ્રમુખ અશોકકુમાર બી. સગર
ઉપપ્રમુખ મુકેશભાઈ પટેલ
ઉપપ્રમુખ સુરેશભાઈ પટેલ
મંત્રી વિજયસિંહ રહેવર
સંગઠન મંત્રી બાલુભાઈ પી.પટેલ
સહ સંગઠન મંત્રી ધવલકુમાર ચૌધરી
કલ્યાણનિધિ કન્વીનર દિનેશભાઈ પટેલ
કોષાધ્યક્ષ જીલે ચૌધરી
અન્વેષક જગતસિંહ પરમાર
ભવન કન્વીનર યોગેન્દ્રસિંહ રાજપૂત
તમામની બિન હરીફ વરણી કરવામાં આવી.
જેમાં જિલ્લામાંથી મોટી સંખ્યામાં બિન શૈક્ષણિક કર્મચારીઓ હાજર રહ્યા જેનું સ્વાગત પ્રવચન મહામંત્રી શ્રી પંકજભાઈ આર પટેલ વીરાવાડા દ્વારા કરવામાં આવ્યું. સંઘની સક્રિય કામગીરીના કારણે સેવકમાંથી જુનિયર ક્લાર્ક માં પ્રમોશન મળેલ તમામ કલાર્ક મિત્રોનું ભવ્ય સન્માન સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી.આગામી જિલ્લા વહીવટી કર્મચારી સંઘનું અધિવેશન અંદાજિત ડિસેમ્બર માસમાં યોજાનાર હોઈ વધુમાં વધુ સંખ્યા ડેલીગેશન થાય તેવી અપીલ કરવામાં આવી. કાર્યક્રમના અંતે આભાર વિધિ ઉપપ્રમુખશ્રી અશોકભાઈ સગર વડાલી દ્વારા કરવામાં આવી.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891