ઉના તાલુકાના ખડા ગામ ની શ્રી સ્વામી વિવેકાનંદ સંતકૃપા પુસ્તકાલય ના નિર્માણ થી ધોરણ 1 થી 8 ના બાળકો મા વાચંન પ્રવૃત્તિ ને વેગ મળ્યો
ઉના તાલુકાના છેવાડાના દરિયા કિનારે આવેલું આ ગામ ખડા જે ની ગણતરી અતિ પછાત અને છેવાડાના ગામ તરીકે થાય છે પરંતુ શિક્ષણ એ સર્વ દાતા છે એ ઉક્તિ અનુસાર આ ગામ ના આર્મી મેન હરિભાઇ વંશ તથા દિનેશભાઇ બાંભણિયા ના અથાગ પ્રયત્નો તેમજ સરપંચ શ્રી જીવનભાઇ બાંભણિયા ના સહકાર અને ગ્રામજનો ના સહયોગથી શ્રી સ્વામી વિવેકાનંદ સંતકૃપા પુસ્તકાલય નિર્માણ થયું છે જેનુ લોકાર્પણ કરતા ની સાથે જ ગામ ના બાળકો ને જ્ઞાન વર્ધક ટિપ્સ મલવા લાગી છે તાજેતરમાં જ સરપંચ શ્રી તથા અન્ય યુવાનો એ એવી જાહેરાત કરી હતી કે લાઇબ્રેરી મા બેસી જે બાળકો હનુમાન ચાલીસા કંઠસ્થ કરસે એને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવસે આ બીઠુ ગામ ના બાળકો એ ઝડપી લીધુ અને રોજ લાઇબ્રેરી મા આવી હનુમાન ચાલીસા કંઠસ્થ કરવા મહેનત એ લાગી ગયા જેમા ધોરણ 4 મા અભ્યાસ કરતા બાંભણિયા
જયેશ દાદુભાઇ ધોરણ 5 મા અભ્યાસ કરતા બાંભણિયા કુલદીપ હસમુખ ભાઇ ધોરણ 7 મા અભ્યાસ કરતા પરમાર હાર્દિક મોહનભાઇ ધોરણ 7 મા અભ્યાસ કરતા વાળા મિલન વિજયભાઇ એ સમય મર્યાદા મા લાઇબ્રેરી ના માધ્યમ થી હનુમાન ચાલીસા કંઠસ્થ કરી એ બદલ સરપંચ શ્રી જીવનભાઇ બાંભણિયા આર્મી મેન હરિભાઇ વંશ તથા દિનેશભાઇ બાંભણિયા તરફથી આ બાળકો ને રોકડ પુરસ્કાર રુપે પ્રતયેક બાળક ને રુપિયા 500/ ની રોકડ ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે સાથે સાથે જાહેર મા આ ચારેય બાળકો નુ સન્માન કરવામાં આવ્યું છે જેથી કરીને બીજા બાળકો પણ પ્રોત્સાહન મળે અને શાળા ના સમય બાદ મોબાઇલ કે અન્ય ગેમ મા બાળકો પોતાનો સમય વેડફવા ને બદલે લાઇબ્રેરી મા આવી વિવિધ પુસ્તકો નુ વાચંન કરે લાઇબ્રેરી ના મેદાન મા પંચાયત દ્રારા બ્લોક ફિટ કરી સુંદર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે સાથે સાથે વૃક્ષો અને હરિયાળી વાતાવરણ વચ્ચે આ પુસ્તકાલય બાળકો માટે એક જ્ઞાન વર્ધક સાબિત થઈ રહી છે સાથે સાથે લાઇબ્રેરી સંચાલકો તથા સરપંચ શ્રી જીવનભાઇ બાંભણિયા એ એવી જાહેરાત કરી હતી કે અભ્યાસ માટે બાળકો ને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય કે કોઈ પણ પ્રકારની જરુરીયાત હોય તો જણાવવા વિનંતી છે પરંતુ કોઈ પણ બાળકો કોઈ કારણસર આગળ નો અભ્યાસ અધૂરો ના છોડે સાથે સાથે તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ખડા સેંજળીયા દાંડી આ ત્રણ ગામ વચ્ચે માધ્યમિક શાળા પણ મંજૂર કરેલ છે જે હાલ સેજળિયા ગામે સાયકલોન સેન્ટર પાસે કાર્યરત કરવામાં આવી છે એટલે જે વિદ્યાર્થીઓ બહાર અભ્યાસ અર્થે જતા હોય તો આ સરકારી માધ્યમિક શાળા નો લાભ લઇ અપડાઉન માંથી છુટકારો મેળવી શકે છે……બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના







Total Users : 145649
Views Today : 