ઉના તાલુકાના ખડા ગામે રેતી ચોરી કરી વેચાતી હોવાની રાવ….
ઉના તાલુકાના ખડા ગામ એ રાત્રિ ના અંધકાર મા ચાલતા રેતી ચોરી અંગે ની રજૂઆત ઉના તાલુકાના દાંડી ગામ ના સામાજિક કાર્યકર શ્રી માધવભાઇ ભગાભાઇ રાઠોડ દ્રારા મુખ્યમંત્રી તથા ખાણ ખનીજ મંત્રી તથા જીલ્લા કલેકટર ગિર સોમનાથ તેમજ પોલીસ વડા શ્રી ગિર સોમનાથ ને કરવા મા આવી છે સામાજિક કાર્યકર માધવભાઇ એ પોતાની રજૂઆત મા ખડા ગામ ના સરપંચ તથા સેજળિયા ગામના સરપંચ પ્રતિનિધિ શ્રી ઉપર રેતી ઉપર મોટી રકમની ઉઘરાણી કરાતો હોવાનો આક્ષેપ પણ કર્યો છે સાથે સાથે રજુઆત મા એવુ પણ જણાવે છે કે વન વિભાગ દ્વારા લૃપ્ત તા ને આરે આવેલ અને વાઇલ્ડ લાઇફ દ્રારા રક્ષિત જાહેર કરાયેલ દરિયાઇ કાચબાની ની જાતો પૈકી ઓલીવરીડલી તેમજ સીટટલ જાતી ના કાચબા આ રેતી મા પોતાના માળા બનાવી ઇંડા મૂકે છે પરંતુ આ દરિયા કિનારે થી રેતી ખનન થતું હોય જેથી આ રક્ષિત જાહેર કરાયેલ દરિયાઇ કાચબા પણ ખતરા મા છે વળી દરિયા કિનારે નંબર પ્લેટ વગર ના ટ્રેક્ટર તથા જેસીબી ના ઉપયોગ થકી આ રેતી ભરાય છે અને બેફામ પુરપાટ ઝડપે ટ્રેક્ટર ચલાવી આજુબાજુ ના રહિશો ઉપર પણ જીવનું જોખમ ઉભું કરવામાં આવે છે તથા આ રેતી ભરવા આવતા ટ્રેક્ટર ચાલકો પાસે થી કોઈ પણ પ્રકારની લીઝ ના હોવા છતાં ખડા તેમજ સેજળિયા ગામ ના સરપંચ તથા સરપંચ પ્રતિનિધિ દ્રારા ઉઘરાણુ કરવા આવે છે 
આ રજુઆત કરતા સામાજિક કાર્યકર માધવભાઇ રાઠોડ સાથે ટેલીફોનીક વાતચીત કરતા જણાવ્યું હતું કે રાત્રીના 9 થી વહેલી સવારે 4 વાગ્યા સુધી આ રેતી ચોરી ની કામગીરી ચાલે છે અને અન્ય જગ્યાએ પણ સ્ટોક કરવા મા આવે છે વળી રજુઆત કરતા એ એમ પણ જણાવ્યું હતું કે છેલ્લા ચાર મહિના નુ પોતાની પાસે સી.સી.ટી.વી. ફુટેજ પણ છે જેમાં દરરોજ રાત્રીના સમયે પુષ્કળ પ્રમાણમાં રેતી ભરેલા ટ્રેકટરો જતા જોવા મળશે તથા આવા રેતી ભરેલા ટ્રેકટરો અવારનવાર પોલીસ ના ડર થી દાંડી ગામ માં પણ ઘુસી જાય છે અને આ કારણોસર ગામલોકો ને પણ રાત્રી દરમિયાન હેરાન પરેશાની થાય છે
વળી રજુઆત કરતા એ એમ પણ જણાવ્યું હતું કે આ રેતી ખનન કરાવતા ઇસમો સામે રોયલ્ટી ઇન્સ્પેક્ટર દ્રારા ખનન થયેલ જગ્યાએ ખાડા નુ માપકામ કરી મોટી રકમની ઉઘરાણી કરી હોય જેથી કરીને રોયલ્ટી ચોરી ની એફ આઇ આર કરવી જોઈએ જેથી કરીને ભવિષ્યમાં આવી હિમંત કોઈ કરે નહીં વળી રેતી ચોરી મા ઉપયોગ મા લેવાતા ટ્રેક્ટર જપ્ત કરી એની હરાજી કરવામાં આવશે એવી રજૂઆત કરી છે
સાથે સાથે અરજદાર દ્વારા એવું જણાવ્યું છે કે રેતી ખનન ચોરી ની પોતાની રજૂઆત મા કરેલ કાર્યવાહી નો અહેવાલ પણ પોતાને આપવા મા આવે 
હવે જોવાનું એ રહ્યું કે અરજદાર ની રજૂઆત સંદર્ભ મા લગત વિભાગ ના અધિકારી ઓ દ્રારા કોઇ કાર્યવાહી કરવામાં આવશે કે પછી આંખ આડા કાન કરવામાં આવે. બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના







Total Users : 145649
Views Today : 