આજરોજ ઉના તાલુકાના સિમર ગામે ગુજરાત રાજ્ય ના પનોતા પુત્ર અને ભારત ના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર ભાઇ મોદી જી ના જન્મ દિવસ નિમિત્તે સેવા પખવાડિયા ના નમો ઉત્સવ નિમિત્તે સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું
ઉના તાલુકાના સિમર ગામે દરિયા કિનારે બીચ ઉપર નમો ઉત્સવ નિમિત્તે સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ ઉત્સવ નિમિત્તે સમગ્ર બીચ પર સફાઇ કરવામાં આવી હતી ત્યારે આસપાસ મા વસતા માછીમાર પરિવારો એ કુતુહલ રિતે આ મોટા ગજા ના આગેવાનો ને સફાઇ કરતા જોઇ આશ્ચર્ય પામેલ હતા
નમો ઉત્સવ નિમિત્તે યોજાયેલા સફાઇ અભિયાન મા ઉના મત વિસ્તારના ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ એ ખાસ ઉપસ્થિત રહી સફાઇ કરતા નજરે પડેલ હતા આ તકે જીલ્લા પંચાયત સદસ્ય શ્રી ભાવેશભાઇ ઉપાધ્યાય તાલુકા પંચાયત પ્રમુખ શ્રી એભાભાઇ મકવાણા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હિરેનભાઇ બાંભણિયા તથા નમો ઉત્સવ ઇન્ચાર્જ કિરણભાઇ મોરી સહ ઇન્ચાર્જ ભરતભાઇ કામલિયા સરપંચ શ્રી સૈયદ રાજપરા તથા તાલુકા પંચાયત સદસ્ય શ્રી ના પ્રતિનિધિ ભરતભાઇ રાઠોડ દેલવાડા તાલુકા પંચાયત ના સદસ્ય શ્રી દેવશીભાઇ મકવાણા તથા પુર્વ ભાજપ પ્રમુખ સામતભાઇ ચારણીયા દેલવાડા ગામ ના કોળી સમાજ ના પટેલ તથા જીલ્લા પંચાયત સદસ્ય શ્રી ના પ્રતિનિધિ શ્રી બાબુભાઇ બાંભણિયા સિમર ગામ ના કાળુભાઇ ડાભી સહિત ના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને દરિયા કિનારે બીચ ઉપર થયેલા કચરા ની સફાઇ કરી બીચ ને કલિન કરી હતી
આમ નમો ઉત્સવ પખવાડિયા અંતર્ગત આજે સિમર ગામે દરિયા કિનારે બીચ ઉપર થયેલા સફાઇ અભિયાન થી લોકો પ્રભાવિત થયા છે બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના