ઉના તાલુકાના ખડા ગામ ના સરપંચ દ્રારા શાળાકીય સ્પર્ધાત્મક પરીક્ષાઓ મા ભાગ લીધેલા બાળકો ને સ્વ ખર્ચે તુલસી શ્યામ ખાતે કરાવ્યો પ્રવાસ
ઉના તાલુકાના ખડા ગામ ની પ્રાથમિક શાળા ના બાળકો કે જેઓ એ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને વિવિધ હરીફાઈ મા જે બાળકો ઉતરણીય થયા હોય તેમજ મેરિટ લિસ્ટ મા આવેલ હોય તથા વેઇટીગ મા નામ આવેલ હોય એવા 60 જેટલા બાળકો ને સરપંચ શ્રી જીવનભાઇ બાંભણિયા દ્રારા પોતાના સ્વખર્ચે ગિર મધ્યે આવેલા તુલસી શ્યામ ખાતે પ્રવાસ કરાવી બીજા બાળકો ને આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રોત્સાહિત કરવા મા આવેલ છે
આ બાબતે સરપંચ શ્રી જીવનભાઇ બાંભણિયા નો સંપર્ક કરતા તેણે જણાવ્યું હતું કે અમારુ ગામ છેવાડા નુ ગામ છે શિક્ષણ ક્ષેત્રે પછાત તરીકે ગણાતુ ગામ છે પરંતુ ટુંકા સમય ગાળામાં અમે અથાક પ્રયત્નો કરી ગામ મા શિક્ષણ ક્ષેત્રે જાગૃતિ લાવવા માટે ના પ્રયાસો હાથ ધર્યા છે લાઇબ્રેરી ના માધ્યમ થી તથા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ થકી આ જાગૃતિ આવે એવા હેતુથી મારા પોતાના ખર્ચે બાળકો ને પ્રવાસ કરાવેલ છે જેથી કરીને બાળકોને પ્રોત્સાહિત કરી શકાય
બાળકો એ પ્રવાસ દરમિયાન ગિર જંગલ તથા તુલસી શ્યામ તિર્થ ધામ તથા ગરમ પાણી ના કુંડ વિશે ની માહિતી મેળવી હતી બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના