વડાલી ના વિવેકાનંદ ચોકમાં નેતાઓએ સફાઈ કર્મીઓ પાસે કચરો નખાવીને સફાઈ કરવાનું નાટક કર્યું
સ્વચ્છતા અભિયાન મિશનના ધજાગરા
નેતાઓ સફાઈ કરી શકે તે માટે સફાઈ કર્મીઓ પાસે કચરો ઠાલવ્યો
વડાલીના વિવેકાનંદ ચોકમાં સફાઈનો ભાંડા ફોડ…
મોદીના જન્મદિન નિમિત્તે યોજાયેલ સ્વચ્છતા હી સેવા અભિયાનમાં વડાલીના વિવેકાનંદ ચોકમાં સફાઇ કર્મીઓ ચોકની સફાઇ કરી જતા રહ્યા હતા. બાદમાં વિધાનસભાના મુખ્ય દંડક અને ધારાસભ્ય રમણ વોરાની હાજરીમાં ચોકમાં પાલિકાએ સફાઈ કર્મચારીઓ પાસે ટ્રેક્ટરમાંથી જાણી જોઈને કચરો નખાવી ફરી ચોકમાં સફાઇ કરવાનું નાટક કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે બુધવારે દેશભરમાં ચાલી રહેલા “સ્વચ્છતા હી સેવા” અભિયાનના વડાલીમાં ધજ્જીયાં ઉડાવાયા હતા. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ અને રમણ વોરાની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં સફાઈના નામે જે “નાટક” ભજવાયું, તેણે સમગ્ર અભિયાનની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. કાર્યક્રમની શરૂઆત પહેલાં, વહેલી સવારે પાલિકાના સફાઈ કર્મચારીઓએ વિવેકાનંદ ચોકને સંપૂર્ણપણે સાફ કરી દીધો હતો. જોકે, નેતાઓ અને અધિકારીઓના આગમન પહેલા સફાઈ થયેલા આ ચોખ્ખા ચોકમાં પાલિકાએ સફાઈ કર્મચારીઓ પાસે ટ્રેક્ટરમાંથી જાણી જોઈને કચરો નખાવ્યો હતો.
બાદમાં પાલિકાના સદસ્યો, ધારાસભ્ય અને અધિકારીઓએ આ “નવા” પાથરેલા કચરાને સાફ
કરવાનું નાટક કર્યું હતું.
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891