>
Sunday, October 19, 2025

ખેડબ્રહ્મા માં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર અપાયું

ખેડબ્રહ્મા માં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર અપાયું

 

વિશ્વ હિન્દુ પરિષદ ખેડબ્રહ્મા દ્વારા નવરાત્રી દરમિયાન નોનવેજ ની દુકાનો બંધ રાખવા પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર અપાયું.

 

આગામી 22- 9 -25 થી 2-10-25 દરમિયાન હિન્દુ સમાજનો પવિત્ર અને અતિ મહત્વનો તહેવાર નવરાત્રી શરૂ થાય છે. આ દિવસોમાં હિન્દુઓ ઉપવાસ કરતા હોય છે અને જગતજનની માં અંબાની કઠોર ઉપાસના કરતા હોય છે અને રાત્રે મંદિરો તથા સોસાયટીઓ ગરબા નું આયોજન થાય છે માટે આ દિવસો દરમિયાન લોકોની લાગણી ના દુભાય તે માટે ખેડબ્રહ્મા શહેરમાં માંસ, મટન, મચ્છી, ઈંડા કતલખાના તથા તમામ નોનવેજની દુકાનો બંધ રાખવા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ ના કાર્યકરોએ ખેડબ્રહ્મા પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યું હતું. આ પ્રસંગે બજરંગ દળ જિલ્લા સંયોજક કૌશિકભાઈ રાવલ, કૃણાલભાઈ પંચાલ, કશ્યપભાઈ શાસ્ત્રી દેવરાજસિ ગોર, ધર્મેન્દ્રભાઈ ઠાકર, લલીતભાઈ પ્રજાપતિ તથા અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores