વડાલી પોલીસે અપહરણના ગુન્હા ના આરોપીને જયપુરથી શોધીને ઝડપી પાડ્યો
પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડૉ.પાર્થરાજ સિંહ ગોહિલ સાહેબ સાબરકાંઠાના ઓએ જિલ્લામાં રહેલ અન ડિટેક્ટ ગુન્હાઓને ડિટેક્ટ કરવા માટે સૂચના આપેલ હતી જે સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ સાહેબ ઈડર વિભાગ ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડી આર પઢેરીયા તથા વડાલી પોલીસ સ્ટાફના માણસો તે દિશામાં કાર્યરત હતા
જે આધારે વડાલી પોલીસ પાર્ટ એ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 137 (2), 87 ના કામે ભોગ બનનાર તારીખ 26/ 7/ 2025 ના રોજ 1:00 થી 6:00 વાગ્યાના સુમારે આરોપી સુરજ નવલસિંહ સિસોદિયા ઉંમર વર્ષ 23 રહે. રામનગર વડાલી તાલુકો વડાલી જિલ્લો સાબરકાંઠા ના ઓએ લલચાવી ફોસલાવી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયેલ હોય જેની વડાલી પોલીસ સ્ટેશન ખાતેથી આરોપી બાબતે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે રાજસ્થાન રાજ્યના જયપુર મુકામે તપાસમાં જતા આરોપી તથા ભોગ બનનાર મળી આવતા વડાલી પોલીસ સ્ટેશનના અપહરણના ગુનાને શોધી કાઢવામાં વડાલી પોલીસ તેમજ તેમની ટીમ ને સફળતા મળી હતી
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891