>
Sunday, October 19, 2025

ફકીર સમાજ ની મહિલાઓ નો ત્રિવિધ કાર્યક્રમ નાઝ ફાઉન્ડેશન દ્વારા ઉજવાયો.

દિવાન – ફકીર સમાજ ની મહિલાઓ નો ત્રિવિધ કાર્યક્રમ નાઝ ફાઉન્ડેશન દ્વારા ઉજવાયો.

 

નાઝ ફાઉન્ડેશન અને એસ કે ગૃપ જંત્રાલ દ્વારા અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો સમયાંતરે કરવામાં આવી રહ્યા છે. જેને અનુલક્ષીને આ સંસ્થા એ દિવાન – ફકીર સમાજ ની મહિલાઓ કે જે સામાજિક , શૈક્ષણિક,‌રાજકીય અને સરકારી ક્ષેત્રે પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહી છે તેઓનું સામાજિક મંચ પર સન્માન અને અભિવાદન કરવાનો કાર્યક્રમ નાઝ ફાઉન્ડેશન એન્ડ એસ કે ગૃપ જંત્રાલ દ્વારા આણંદ મુકામે યોજવામાં આવ્યો. દિવાન ફકીર સમાજ ના મોભીઓ અને ચરોતર પંથકના વટવૃક્ષ સમા અગ્રણીઓ ની ઉપસ્થિતિ માં સમાજ ની ઉચ્ચ શિક્ષિત મહિલાઓ જેમકે ડોક્ટર, એડવોકેટ, શિક્ષિકા અને સરકારી વિભાગો માં સેવારત અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માં ચૂંટાઈ ને વિજેતા થયેલા તેમજ એસ.એસ.સી થી ઉચ્ચ શિક્ષણ મેળવી રહેલ બહેનો અને ભાઈઓને પ્રમાણપત્ર અને ફુલહાર થી સન્માનિત કરવામાં આવ્યા. ઉડીને આંખે વળગે એવી વાત એ હતી કે કાર્યક્રમના મંચ પર માત્ર સન્માનિત મહિલાઓ ને જ સ્થાન આપવામાં આવ્યું હતું. અન્ય સમાજ ની દ્રષ્ટિ એ અતિપછાત અને ગરીબી રેખા નીચે જીવતા દિવાન ફકીર સમાજ ની મહિલાઓ પોતાના પરિવાર ની કપરી અને મુશ્કેલ આર્થિક પરિસ્થિતિ હોવા છતાં દરેક ફિલ્ડ માં પોતાનું નામ રોશન કર્યું છે. સામાન્ય સાયકલ સ્ટોર ધરાવતા પિતાએ પેટે પાટા બાંધીને પોતાની બે દિકરીઓ ને મેડિકલ જેવા ઉચ્ચ અને કઠિન અભ્યાસ કરાવીને ડોક્ટર બનાવી જ્યારે બીજા એક કિસ્સામાં માત્ર ખેતી અને ખેતમજૂરી પર નભતા વાલીએ પણ પોતાની એક દિકરી ને ડોક્ટર અને બીજી દિકરી ને પેરા મેડિકલ માં ગ્રેજ્યુએટ બનાવી સમાજ સેવા ની રાહ ચીંધી છે.

આ ત્રિવિધ કાર્યક્રમ માં ભરૂચ જિલ્લામાંથી ડો.નસરીન એમ.દિવાન, ડૉ.રેશ્મા એમ. દિવાન, કપડવંજ થી ડૉ.અંજુમન એ.દિવાન, ડો.ફૈયાઝુલ બી.દિવાન,‌ફાર્માશીષ્ટ તન્વીબેન એ.દિવાન સાથે શિક્ષિકા મકસુદા બી.દિવાન, નિલમબેન દિવાન,નફીશાબાનુ દિવાન,રેશ્માબેન કે.દિવાન, સુજાન બાનું એ.દિવાન, રૂક્સાનાબાનુ એમ.દિવાન, અસ્મા બાનું એસ.દિવાન, એડવોકેટ અસ્મા બાનું, એડવોકેટ આરઝુબાનુ, તલાટી કમ મંત્રી યાસ્મીન બાનું જે. દિવાન ડભોઇ વગેરે એ હાજર રહી કાર્યક્રમ ને દેદિપ્યમાન બનાવ્યો હતો. આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ માંથી પ્રતિનિધિ તરીકે શબનમ ખલીફા અને એડવોકેટ રૂમાના પઠાણે હાજરી આપી મહિલાઓ ના ઉત્કર્ષ માટે વિશેષ માહિતી આપી કાર્યક્રમ ની સરાહના કરી હતી.

નાઝ ફાઉન્ડેશન ના પ્રમુખ મોહતરમા નઝમા એસ.દિવાન સહિત કારોબારી સમિતિ ની ટીમ અને એસ કે ગૃપ જંત્રાલ ના સાબિરશા ઉર્ફે એસ.કે.દિવાન જંત્રાલ દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવવા ખૂબ જહેમત ઉઠાવી હતી અને સફળ બનાવ્યો હતો.

રિપોર્ટ – રજબ ફકીર હિંમતનગર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores