રાજસ્થાન અને ગુજરાતની જોડતી
અમીરગઢ બોર્ડર પર પોલીસનું કડક ચેકિંગ
અમીરગઢ
બનાસકાંઠા જિલ્લાની અતિ સંવેદનશીલ અમીરગઢ ચેક પોસ્ટ ગણવામાં આવે છે. અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર સુરક્ષામાં વધારો કરતા દરેક વાહનોને ઝીણવટભરી તપાસ કરી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જેમાં અમીરગઢ ચેક પોસ્ટ પર સધન સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. રાજસ્થાન થી ગુજરાતમાં પ્રેવેશતા વાહન ચાલકોને પોલીસ દ્વારા બ્રેથ એનેલાઈઝર દ્વારા તપાસ કરવામાં આવી રહ્યા છે. જિલ્લા પોલીસવડા ગુજરાત રાજસ્થાનની અમીરગઢ બોર્ડર પર પહોંચ્યા અને બોર્ડર પર આવતા વાહનોનું ચેકિંગ નિરીક્ષણ કર્યું.. દરેક વાહનનું સઘન ચેકિંગ ગેરકાયદેસર દારૂ નશીલા પદાર્થો અને હથિયારો રોકવા કડક પોલીસ દ્વારા પગલા લેવામાં આવી રહ્યા છે. નવરાત્રી દરમિયાન શાંતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત પેટ્રોલિંગ સાથે ડ્રોન અને કેમેરાથી સતત નજર રાખવામાં આવશે. નવરાત્રિનો તહેવાર શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે ઉજવાય એ માટે પોલીસ બોર્ડરથી જ ચુસ્ત ચેકિંગ શરૂ કરી દીવામાં આવી રહ્યું છે. અમીરગઢ, ઉપરાંત સરહદ છાપરી, થરાદ, ગુંદરી, ખોડા આ તમામ ચેકપોસ્ટો પર પોલીસનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
રીપોર્ટ પરબત દેસાઈ પાલનપુર