આજરોજ ઉના તાલુકાના દેલવાડા ગામે જય શ્રી જળદેવી ગરબી મંડળ મા નવરાત્રી મહોત્સવ નો શુભારંભ કરવામાં આવ્યો છે
ઉના તાલુકાના દેલવાડા ગામે જય શ્રી જળદેવી ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ નો શુભારંભ કરવામાં આવેલ છે ત્યારે ઉના તાલુકા પંચાયત પ્રમુખ શ્રી એભાભાઇ મકવાણા એ રિબીન કાપી શુભારંભ કરાવેલ હતો જ્યારે દિપ પ્રાગટય ઉના તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હિરેનભાઇ બાંભણિયા એ કરાવેલ હતું અને ધ્વજા રોહણ કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી હરકિસન ભાઇ કુબાવત એ કરેલ તથા આરતી અવતાર દેલવાડા ગામ ના પટેલ તથા જીલ્લા પંચાયત સદસ્ય શ્રી ના પ્રતિનિધિ શ્રી બાબુભાઇ બાંભણિયા તથા ચનુભાઇ બાંભણિયા એ કરેલ આ તકે રાધે ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી કલ્પેશભાઈ બારોટ હિરેનભાઇ દમણીયા સમિરભાઇ સોલંકી સહિતના રાધે ક્રિષ્ના ગૌ મંદિર ના સેવકો ખાસ હાજરી આપી હતી જ્યારે વિશ્ર્વ હિન્દુ પરિષદ ના અશ્ર્વિન ભાઇ બાંભણિયા તથા કુમાર ભાઇ બાંભણિયા પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે બજરંગ દળ ના ઉપાધ્યક્ષ જયદિપ હિન્દુ તથા કાર્યકરો એ ઉપસ્થિત રહ્યા હતા પ્રથમ નોરતે નાની બાળાઓ એ રાસગરબાની રમઝટ બોલાવી હતી
આ તકે ઉના પોલીસ સ્ટેશન ના પોલીસ જવાનો એ સુંદર વ્યવસ્થા જાળવી હતી આમ આજરોજ નવરાત્રી મહોત્સવ નો રંગેચંગે પ્રારંભ થયો છે ત્યારે જય શ્રી જળદેવી ગરબી મંડળ ના સંયોજક શ્રી રમેશભાઇ વંશ દ્રારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે