>
Saturday, October 18, 2025

બનાસકાંઠામાં સવા કરોડનો દારુ ઝડપાયો:

બનાસકાંઠામાં સવા કરોડનો દારુ ઝડપાયો:

 

ચિત્રાસણી પાસે ટ્રકમાંથી સફેદ પાવડરના કટ્ટાની આડમાં છુપાવેલી દારૂની 17,844 બોટલ પોલીસે જપ્ત કરી.

બનાસકાંઠા જિલ્લામાં એલસીબીએ સૌથી મોટી દારૂની હેરાફેરી પકડી પાડી છે. ચિત્રાસણી ગામ સીમ ખાતે નેશનલ હાઇવે પર આવેલી એક હોટલ પાસેથી પોલીસે 1.25 કરોડની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.

પોલીસે ટ્રકમાંથી સફેદ પાવડરના કટ્ટાની આડમાં છુપાવેલી 17,844 બોટલ વિદેશી દારૂ પકડી પાડી છે. આ કાર્યવાહીમાં ટ્રક સહિત કુલ રૂ. 1.65 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

બનાસકાંઠા એસપી પ્રશાંત સુંબેની સૂચના મુજબ રાજ્ય સરકારની દારૂબંધીની જીરો ટોલરન્સ નીતિ અંતર્ગત એલસીબી પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઇની ટીમે આ કામગીરી કરી છે. પોલીસે ટ્રકના ચાલક શ્રવણકુમાર ચેનારામ (રહે. બલાડ, પોકરણ, જેસલમેર, રાજસ્થાન)ની ધરપકડ કરી छे.

 

પોલીસે રાજસ્થાન બોર્ડર તરફથી આવતા નેશનલ હાઇવે અને અંતરિયાળ માર્ગો પર નાકાબંધી કરી હતી. બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ બનાસકાંઠા જિલ્લામાં એક સાથે પકડાયેલો સૌથી મોટો દારૂનો જથ્થો

રીપોર્ટ પરબત દેસાઈ પાલનપુર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores