મિડિયા ની તાકાત એક ભારત ન્યુઝ અને ન્યુઝ ઓફ વડાલી માં પ્રસિદ્ધ થયેલા અહેવાલ ની અસર થી તંત્ર થયુ દોડતુ
વાત જાણે એમ છે કે ઉના તાલુકાના દાંડી ગામ ના સરપંચ પ્રતિનિધિ શ્રી કાળુભાઇ મજીઠીયા એ ગામ ના પ્રાથમિક શાળા ના મધ્યાહન ભોજન ની મુલાકાત લેતા મધ્યાહન ભોજન યોજના ના અનાજ કઠોળ મા ધનેડા જેવી જીવાત જોવા મળી હતી એ અંગે નો વિડિઓ એક ભારત ન્યુઝ મા મોકલાવેલ અને આ અંગે ના અહેવાલ એક ભારત ન્યુઝ ચેનલ પર તથા ફ્રેશબુક પેજ પર અહેવાલ પ્રસિદ્ધ થયા ની થોડિક કલાક મા તંત્ર હરકતમાં આવ્યું છે
એક ભારત ન્યુઝ ચેનલ ના અહેવાલ ને પગલે ઉના મામલતદાર તાત્કાલિક અસરથી સ્થળ ઉપર દોડી ગયા હતા અને અહેવાલ ને પગલે તપાસ હાથ ધરી હતી સાથે સાથે મધ્યાહન ભોજન સંચાલક ને અનાજ અને કઠોળ સાફ સફાઇ કરવા સુચના ઓ આપી હતી સાથે સાથે કડક સુચના આપી હતી કે હવે પછી ફરી થી આવી ફરીયાદ આવસે તો શિક્ષાત્મક કાર્યવાહી કરીશું આમ મિડીયા પર અહેવાલ પ્રસિદ્ધ થતા ની સાથે જ તંત્ર હરકતમાં આવ્યું હતું અને એક ભારત ન્યુઝ ના અહેવાલ નો પડધો પડયો છે બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના