સેવા પખવાડા ઉજવણી અંતર્ગત મોડલ સોલર વિલેજ યોજના ના અનુસંધાને સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લાઓના સરપંચશ્રીઓ સાથે પરિસંવાદ નો અહેવાલ.
ભારત સરકારશ્રી ના ઉર્જા મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં ઊર્જાના ઉત્પાદનમાં પુનઃપ્રાપ્ય ઊર્જાના સ્ત્રોતો નો વધુમાં વધુ ઉપયોગ થાય તેમજ દરેક નાગરિક પોતાના ઘર ઉપર જ ઉર્જા ઉત્પાદન કરી દેશના વિકાસની સાથે સાથે પોતાના આર્થિક વિકાસમાં પણ સહભાગી બને તેવા ઉમદા આશયથી ભારત સરકારશ્રી દ્વારા પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત બીજલી યોજના લાગુ કરેલ છે.આ યોજનાના લાભો અને યોજના ને સંલગ્ન તમામ માહિતી છેવાડાના નાગરિક સુધી પહોચાડવા આપણી UGVCL કંપની દ્વારા એક મુહિમ ઉપાડેલ છે. જે મુહિમ ના ભાગરૂપે હિંમતનગર વર્તુળ કચેરી દ્વારા હિંમતનગર મુકામે વિનાયક હોટલ ખાતે મોડલ સોલર વિલેજ યોજનાના અનુસંધાને સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લાઓના સરપંચશ્રીઓ/લીડ બેન્ક મેનેજર તથા સોલર એજન્સી સાથે યુજીવીસીએલ કંપનીના મુખ્ય ઈજનેર શ્રી બી.જી પ્રણામી, વિશેષ મુખ્ય ઇજનેર શ્રી આઈ.જી કટારા સાહેબ, અધિક્ષક ઇજનેર શ્રી વી.એસ કટારા સાહેબ તથા અન્ય અધિકારીશ્રીઓ દ્વારા એક પરિસંવાદ નું આયોજન તા:૨૩.૦૯.૨૦૨૫ ના રોજ કરેલ. સદર પરિસંવાદમાં પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત બીજલી યોજના સંદર્ભે વિવિધ ગામના સરપંચશ્રીઓને યોજના અંતર્ગત નોધણીની પ્રક્રિયા, સબસિડી લાભ, પ્રક્રિયાની જાણકારી, તેમજ વીજ બિલમાં થનાર બચત તેમજ મોડલ સોલર વિલેજ સ્પર્ધા વિશે
વિસ્તૃત માહિતી પૂરી પાડેલ. તેમજ આ પરિસંવાદમાં વિવિધ ગામના સરપંચશ્રીઓ બહોળી સંખ્યામાં હાજર રહેલ. તદુપરાંત સરપંચશ્રીઓ ને પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત બીજલી યોજના ની માહિતી પત્રિકાનું પણ વિતરણ કરી હતી
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891