કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ડ હાર્ડ ડ્રાઇવ ડે નિમિત્તેગુલિસતા માધ્યમિક શાળા મા ૩૦૦વિધાર્થી ઓ ને સી.પી.આર.તાલીમઅપાઈ
,,કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ દેલવાડા દ્વારા અને હોકહાર્ટ હોસ્પિટલ રાજકોટ ના સહયોગથી શિક્ષક વિદ્યાર્થી એ સી પી આર તાલીમ મેળવી.
,, આકસ્મિક સમયે હ્રદય બંધ પડી જવાના કિસ્સામાં આ પદ્ધતિ દ્વારા માનવી નો જીવ બચાવી શકાય છે!
ઊના
કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ દેલવાડા અને રાજકોટ મલ્ટીસ્પેશિયાલિટી વોકહાર્ટ હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે ઉના ગુલિસતા માધ્યમિક શાળા ખાતે નિષ્ણાંત તબીબ ની ઉપસ્થિતિ મા સી.પી.આર.ની તાલીમ ધોરણ ૮થી ૧૨ સુધી ના ૩૦૦ વિધાર્થીઓ ને આપવા માં આવી હતી. આકસ્મિક સમયે હ્રદય બંધ પડી જવાના કિસ્સામાં આ પદ્ધતિ દ્વારા સી પી આર તાલીમ કાર્યક્રમ હેઠળ પ્રોજેક્ટ ના માધ્યમ થી સૌ પ્રથમ સમજણ આપી ત્યાર બાદ પ્રેકટિકલ તાલીમ આપી હતી
આ તાલિમ આપતા હોક હાર્ડ હોસ્પિટલ ના નિષ્ણાંત ડોકટરો વર્ષિસ હાથી દ્વારા વિધાર્થીઓ અને શિક્ષકો ને સી પી આર ની જરૂરિયાત કેવી રીતે નક્કી કરવી? કેટલા સમય સુધી આપવું? તે અંગે વિસ્તૃતપણે સમજ આપવા માં આવીહતી ત્યાર બાદ માનવ શરીરના મોડેલ દ્વારા ડેમો-સ્ટ્રેશન તેમજ પ્રયોગાત્મક રીતે તાલીમ આપવામાં આવી હતી જેમાં ૩૦૦ છાત્રો અને શાળા ના શિક્ષકો એ જાતે પ્રાયોગિક રીતે તાલીમ મેળવી હતી. આકસ્મિક સમયે હ્રદય બંધ પડી જવાના કિસ્સામાં આ પદ્ધતિ દ્વારા હ્રદયને પુનઃ કાર્યાન્વિત કરી માનવીની મહામૂલી જિંદગી બચાવી શકાય છે નામાંકિત કાર્ડિયોલોજી ડો વષિસ હાથી કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ હરકિશન ભાઈ કુબાવત ગુલિસતા માધ્યમિક શાળા ના પ્રિન્સિપાલ હબીબ ભાઈ ઉનડજામ, સ્વામિનારાયણ ગુરૂકુળ બી એડ કોલેજ ના પ્રોફેસર નરેન્દ્રભાઇ ગોસ્વામી, પ્રોફેસર દિનેશભાઇ વાજા જાણીતા સાહિત્યકાર વાંચક ઉકાભાઈ અંબાળા ગુલિસતા પ્રાથમિક શાળા ના સંચાલક ફારૂક ભાઈ કાઝી અને કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ ના યુવાનો ઉપસ્થિત રહી તાલીમ લેનાર યુવક,યુવતી ઓને માર્ગદર્શન આપ્યું હતું
કાર્યકમને સફળ બનાવવા માટે કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ હરકિશન આઈ. કુબાવત અને ગુલિસતા માધ્યમિક શાળા ના શિક્ષકો દ્વારા જહેમત ઉઠાવી હતી
રાજકોટ શહેરમલ્ટીસ્પેશિયાલિટી વોકહાર્ટ હોસ્પિટલ ના સહયોગ બેસિક લાઇફ સપોર્ટ ટ્રેનિંગ પ્રોજક્ટર દ્વારા વિગત વાર સમજાવ્યા બાદ પ્રેક્ટિકલ્સ કરીને બતાવયુ હતું