ખેડબ્રહ્મા પોલીસ દ્વારા ગલોડીયા પાસેથી વિદેશી દારૂ 44,280 ના મુદ્દામાલ સાથે એકટીવા ચાલક ઝડપાયો.
ખેડબ્રહ્મા પોલીસ દ્વારા ગલોડીયા થી ખેડબ્રહ્મા જતા રોડ પર આજે સવારે એક શંકાસ્પદ એકટીવા નંબર GJ-09-DK-3577 ને ઉભી રખાવી તેમાં ચેક કરતા પ્લાસ્ટિકના બે થેલામાં તથા ડેકીમાં સંતાડેલ અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ બોટલ નંગ 144 કિંમત રૂપિયા 44.280 નો પકડાઈ જતાં એકટીવા ચાલક સુનિલભાઈ ઉર્ફે બૂમલો બાબરભાઈ વસાવા રહે પટેલ સોસાયટીની પાછળ ખેડબ્રહ્માથી ધરપકડ કરી દારૂ ની કિંમત 44,280 રૂપિયા એક મોબાઈલ કિંમત રૂપિયા 5000 તથા એકટીવાની કિંમત 45000 મળી કુલ 94,280 નો મુદ્દા માલ કબજે કરી દારૂ ખરીદનાર તેજસકુમાર વિજયભાઈ રાવલ રહે. ગોતા.તા. ખેડબ્રહ્મા તથા જયરાજસિંહ રહે વડાલી વાળા ત્રણેય વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના આ.પો.કો. કલ્પેશકુમાર ગોવિંદભાઈએ પ્રોહીબિશન એક્ટ અન્વયે ફરિયાદ નોંધાવી હતી.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 164051
Views Today : 