પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ૭૫મા જન્મદિનની ઉજવણી: આંગણવાડીના બાળકોને ફ્રૂટ વિતરણ
સનવાવ:આજે તા.૨૫મી સપ્ટેમ્બર, ૨૦૨૫ના શુભ દિને ભારતીય જનસંઘના સ્થાપક અને વિચારક પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિ અને દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના ૭૫મા જન્મદિન નિમિત્તે સનવાવ ખાતે વિવિધ ગામોની આંગણવાડીના બાળકોને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ સેવા અને સમર્પણના ઉદ્દેશ્ય સાથે બાળકોમાં પોષણ અને ખુશી વહેંચવાના હેતુથી કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે સનવાવ જીલ્લા પંચાયત સદસ્ય શ્રી ધીરુભાઈ મકવાણા, તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ શ્રી હિરજીભાઈ પરમાર, પૂર્વ મહિલા મોરચા પ્રમુખ શ્રી ખુશ્બુબેન લખાણી, અને મંડલ ઉપ-પ્રમુખ શ્રી હસમુખલાલ લખાણી સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.વિતરણ કાર્યક્રમમાં સનવાવ, ધ્રાબાવડ, પાંડેરી, અને આંકોલાલી ગામના સરપંચશ્રીઓ તથા ભારતીય જનતા પાર્ટી પરિવારના અન્ય આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી બાળકોને ફ્રૂટ વિતરણમાં સહયોગ આપ્યો હતો અને આંગણવાડીના નાના ભૂલકાઓને આશીર્વાદ પાઠવ્યા હતા.
આ કાર્યક્રમ દ્વારા મહાનુભાવોની જન્મ જયંતિની ઉજવણી માત્ર ઔપચારિકતા ન રહેતા, સમાજના સૌથી પાયાના એકમ એવા બાળકોને પોષણ આપીને તેમના સ્વાસ્થ્યની ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી, જેણે ઉપસ્થિત સૌમાં સંતોષની લાગણી જન્માવી હતી.
રિપોર્ટર ધર્મેશ ચાવડા