વડાલી નગર માં આવેલી શ્રી બી જી શાસ્ત્રી હાઈસ્કૂલ 24/09/2025 ના રોજ NSS સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી.
જેમાં NSS પ્રોગ્રામ ઓફિસર શ્રી મેહુલકુમાર પંડ્યા સાહેબના માર્ગદર્શન હેઠળ nss માં જોડાયેલા વિધાર્થીઓ દ્વારા સ્વછતા હી સેવા અંતર્ગત શાળા સફાઈ કરવામાં આવી તથા સુંદર રંગોળી બનાવી તેમજ સ્વચ્છતા, જળ એ જ જીવન ,પર્યાવરણ રક્ષણ વગેરે થીમ ઉપર ચિત્રો દોરી અનોખી ઉજવણી કરવામાં આવી. NSS પ્રોગ્રામ ઓફિસર શ્રી મેહુલકુમાર પંડ્યા સાહેબ દ્વારા nss ની સ્થાપના અને તેના કાર્યો વિશે વિધાર્થીઓને સુંદર માહિતી આપવામાં આવી. શાળાના ટ્રસ્ટી સાહેબશ્રી, આચાર્ય સાહેબશ્રી તથા સમગ્ર સ્ટાફ દ્વારા nss ના વિધાર્થીઓને અભિનંદન આપવામાં આવ્યા
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891