સાબરકાંઠાના આરોગ્ય વિભાગના ડૉ. ચાંદની પરમારે જિલ્લાની આરોગ્ય કામગીરીનું મલેશિયામાં પ્રેઝન્ટેશન કરી જિલ્લાનું ગૌરવ વધાર્યું
સાબરકાંઠા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખામાં એપિડેમિયોલોજિસ્ટ તરીકે ફરજ બજાવતા ડૉ. ચાંદની પરમારે આંતરરાષ્ટ્રીય સ્તરે જિલ્લામાં થયેલી આરોગ્ય કામગીરીનું પ્રતિનિધિત્વ કરી જિલ્લાનું નામ રોશન કર્યું છે.
તારીખ 23 સપ્ટેમ્બરના રોજ મલેશિયાના કોઆલાલંપુર ખાતે યોજાયેલી સેફ્ટીનેટ કોન્ફરન્સ — સાઉથ ઈસ્ટ એશિયન ફિલ્ડ એપિડેમિયોલોજી એન્ડ ટેકનિકલ નેટવર્ક —માં તેમણે સાબરકાંઠા જિલ્લાના પોશીનામાં નોંધાયેલા ઓરીના કેસોને લઈને હાથ ધરાયેલી કામગીરીનું પ્રેઝન્ટેશન કર્યું હતું. આ પ્રસંગે દેશ-વિદેશના અગ્રણી પબ્લિક હેલ્થ નિષ્ણાતોની ઉપસ્થિતિ રહી હતી.
ડૉ. પરમારે NCDC દિલ્હી, FETP ટીમ, એપિડેમિક બ્રાન્ચ (જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર) તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલ રિપોર્ટ રજૂ કર્યો હતો.
ગુજરાત રાજ્યમાંથી પ્રતિનિધિ તરીકે હાજરી આપનાર ડૉ. ચાંદની પરમારે પોતાની કાર્યદક્ષતા અને કાર્યક્ષમતા દ્વારા દેશ તથા રાજ્યનું સહિત સાબરકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891