સાબરકાંઠા જિલ્લાની દિયોલી હાઈસ્કૂલના શિક્ષક સંદીપ પટેલને રાજ્યકક્ષાનો “ગુરુજી” એવોર્ડ એનાયત થયો.
તા ૨૧/૯/૨૦૨૫ને રવિવારના રોજ હોટલ રિજન્ટા, ભુજ-કચ્છમાં ભારતીય માનવ સમાજ સેવક સંસ્થા, દિલ્હી (ઓલ ઈન્ડિયા) પ્રેરિત અને “સ્વયંસિદ્ધા” ગુજરાત ટીમ અને આઈ ડબલ્યુ સી, માધાપર સંયુક્ત ઉપક્રમે આયોજિત “ગુરુજી” શિક્ષક શ્રેષ્ઠતા એવોર્ડ કાર્યક્રમમાં ઉપસ્થિત ભુજ વિસ્તારના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, પૂર્વ કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારાના, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યાધ્યક્ષ શ્રી હરિસિંહ જાડેજા, ભુજ ડાયેટના પૂર્વ આચાર્ય સંજયભાઈ ઠાકર, કેળવણી નિરીક્ષક કિશોરભાઈ વેકરીયા, કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા, સંસ્થાના પ્રમુખ ડૉ રૂપાલીબેન મોરબીયા, ઉપપ્રમુખ મમતાબેન ભટ્ટ, મંત્રી અર્ચનાબેન ગાંધી, રચનાબેન શાહ, મીનાબેન દાવડા, નવીનભાઈ વ્યાસ વગેરેના હસ્તે સાબરકાંઠા જિલ્લાની ઈડર તાલુકાની શ્રીમતી એમ જે મેવાડા શિવશક્તિ વિદ્યામંદિર, દિયોલીના વિજ્ઞાન શિક્ષક શ્રી સંદીપભાઈ પટેલને રાજ્ય કક્ષાનો “ગુરૂજી” શિક્ષક શ્રેષ્ઠતા એવોર્ડ એનાયત થયો હતો. આખા રાજ્યમાંથી ફક્ત ૫૧ શિક્ષકોને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. સંદીપભાઈ પટેલને અત્યારસુધી ૧૫૦થી વધારે એવોર્ડ, ટ્રોફી, શિલ્ડ અને પ્રમાણપત્રો મળેલા છે. શાળા પરિવાર દ્વારા સંદીપભાઈને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891