ખેડબ્રહ્મા તાલુકાના ઊંચી ધનાલ શાળામાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું
જીસીઆરટી,ગાંધીનગર. ડાએટ, ઈડર. ડી ઇ ઓ ઓફિસ હિંમતનગર અને એચ કે પટેલ હાઇસ્કૂલ,ઊંચી ધનાલના ઉપક્રમે તક્ષશિલા શાળા વિકાસ સંકુલનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું જેમાં જુદી જુદી શાળાની કુલ 44 કૃતિઓ રજૂ કરવામાં આવી
દરેક વિભાગમાં ભાગ લેનાર ગુરુજીઓ અને વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, ઈડર તરફથી પ્રમાણપત્ર આપવામાં આવ્યા
આચાર્યશ્રી વિનુભાઈ પટેલે શાબ્દિક અભિવાદન કરેલ. આ પ્રસંગે ડાયટ પ્રાચાર્ય ડો. મદનસિંહ ચૌહાણ, શિક્ષણ સમિતિ ચેરમેન હિમાંશુ નીનામા, કોલેજ આચાર્ય વી. સી. નીનામા,ખેડબ્રહ્મા આચાર્ય સંઘ પ્રમુખ જ્યોતિ આચાર્ય સુરેશભાઈ પટેલ, તાલુકા સદસ્ય સેનાભાઈ ગમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ મહામંત્રી સુરેશભાઈ પટેલ, શાળાના પ્રમુખ ઈશ્વરભાઈ રાવલ, મંત્રી શ્રી કનુભાઈ પટેલ, સરપંચશ્રી વિપુલજી ઠાકોર, તાલુકા ભાજપ મહિલા મોરચા પ્રમુખ રીનાબેન પટેલ, એસ.વી.એસ. કન્વીનર રાજેન્દ્રસિંહ રહેવર ઉપસ્થિત રહ્યા હતા. આચાર્યશ્રી વિભાસભાઈ રાવલ અને જિલ્લા માધ્યમિક પ્રમુખશ્રી એચ.ડી. પટેલે શુભેચ્છાઓ આપી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા આચાર્યશ્રી વિનુભાઈ પટેલ તથા તમામ સ્ટાફ જોડાયો હતો. આભાર દર્શન મનોજ જોશીએ કર્યો હતો
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891