સમાચાર અહેવાલ
તારીખ: 26/09/2025
વાર: શુક્રવાર
ખેડા જિલ્લા માં રચનાર નવીન તાલુકો ફાગવેલ ને મુખ્ય મથક બનાવવાની નાગરિકોની ઉગ્ર માંગ
ગુજરાત માં નવનિર્મિત થવા જઈ રહેલા 17 તાલુકા પૈકી નો એક ફાગવેલ તાલુકો ફરી વિવાદમાં આવ્યો.તાત્કાલિન મુખ્યમંત્રી અને હાલના દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ ૨૦૧૩માં જાહેર કરેલ ફાગવેલ અને એ વખતે અંતિમ તબક્કે તેની રચના કરવામાં આવી ન હતી.પરંતુ ગત રોજ ફરી એકવાર માનનીય વડાપ્રધાન સાહેબનું સ્વપ્ન ગતરોજ પૂર્ણ થતા જ સમગ્ર પંથકમાં આનંદ ઉત્સાહનો માહોલ પ્રસરી ગયો હતો. પરંતુ તેની સાથે સાથે ફાગવેલની તાલુકા નું મુખ્ય મથક ન બનાવવાની બાબત જાણ થતા આ આનંદ ઓસરી ગયો હતો. અને સમગ્ર પંથક આ બાબતથી આઘાત અનુભવી રહ્યો છે.
ફાગવેલ ની મુખ્ય મથક ન બનાવવાની જાણ થતા જ આજરોજ ફાગવેલ તથા આજુબાજુના ગામના વડીલો આગેવાનો અને યુવાનો દ્વારા ફાગવેલ ગ્રામ પંચાયત ખાતે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું જેમાં સૌની એક જ માંગણી અને લાગણી હતી કે ફાગવેલને મુખ્ય મથક જાહેર કરવામાં આવે એવી માંગણી સાથે આજુ બાજુ ના ગામના આગેવાનો, સરપંચ શ્રી, પૂર્વ સરપંચ શ્રી, તાલુકા પંચાયત સદસ્યશ્રી,જિલ્લા પંચાયત સદસ્યશ્રી, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્યશ્રી, આજુબાજુ ના ગામના સરપંચશ્રી, દૂધ મંડળીના ચેરમેનશ્રીઓ અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા
જેમાં શ્રી ભાથીજી મહારાજના આશીર્વાદ લઈ ફાગવેલ તાલુકાને મુખ્ય મથક બનાવવાની માંગણી કરવા માટે ચોક્કસ રણનીતિ નક્કી કરવામાં આવી, જેના ભાગરૂપે આજે ખેડા જિલ્લા કલેક્ટર શ્રી ને નડિયાદ આવેદનપત્ર આપવામાં આવ્યું. અને આ મુજબ જો ન્યાય ન થાય તો યુવાન નાગરિકોએ શિસ્તબદ રીતે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. તો બીજી તરફ ભાથીસેના ગુજરાત પરિવાર અને અન્ય શ્રધ્ધાળુઓ દ્વારા ખેડા સહિત આણંદ, મહીસાગર.પંચમહાલ અને અરવલ્લી જેવા પડોશના જિલ્લાઓમાં પણ અલગ-અલગ જગ્યાએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891