>
Friday, October 17, 2025

શેઠ કસ્તુરભાઈ લાલભાઈ હોસ્પિટલ ખાતે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના 75 માં જન્મદિન નિમિત્તે સર્વ રોગ ફ્રી નિદાન કેમ્પ યોજાયો

શેઠ કસ્તુરભાઈ લાલભાઈ હોસ્પિટલ ખાતે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના 75 માં જન્મદિન નિમિત્તે સર્વ રોગ ફ્રી નિદાન કેમ્પ યોજાયો

 

 

ભારત દેશના યશસ્વી વડાપ્રધાનના 75 માં જન્મદિન નિમિત્તે દેશભરમાં વિવિધ સેવા લક્ષી કાર્યક્રમો યોજાઈ રહેલ છે જેમાં આરોગ્ય સ્વચ્છતા સેવા વગેરેના કાર્યક્રમોને સેવા પખવાડિયું તરીકે યોજાઈ રહેલ છે જેના અનુસંધાનમાં આજરોજ શેઠ કસ્તુરભાઈ લાલભાઈ હોસ્પિટલમાં વડાપ્રધાન શ્રી મોદી સાહેબના 75 માં જન્મદિન નિમિત્તે સર્વ રોગ ફ્રી નિદાન કેમ્પ નું ઉદઘાટન રાજ્ય સભાના માનનીય સંસદ શ્રીમતી રમીલાબેન બારા ના વરદ હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે આમંત્રિત મહેમાનોમાં નાયબ કલેક્ટર શ્રી નિમેશ ડી પટેલ અને જિલ્લા પંચાયત સદસ્ય શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ તેમજ પૂર્વ ભાજપ પ્રમુખશ્રી સુરેશ ભગત ઉપપ્રમુખશ્રી જનક જોશી તેમજ સામાજિક શૈક્ષણિક હોદ્દેદારો અને હોસ્પિટલના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેલા આ પ્રસંગે સાંસદ શ્રીમતી રમીલાબેન બારા જણાવેલ છે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહેલ છે જેમ પ્રસંગે આજરોજ લક્ષ્મીપુરા હોસ્પિટલ ની કામગીરીને સતત હું 2002 થી નિહાળી રહેલ છું અને અહીંયા સતત સેવાની કામગીરી થઈ રહેલ છે જિલ્લા પંચાયત સદસ્ય હિતેન્દ્રસિંહ બાપુએ સ્થાપનાથી જ આ હોસ્પિટલમાં સેવા યજ્ઞ ચાલુ છે તેમ જણાવેલ આજના નિદાન કેમ્પ માં કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર રાજન્ય પટેલ અને યુરોસર્જન ડોક્ટર વિપુલ પટેલ અને ઓન કોલોજિસ્ટ ડોક્ટર વિરાજ મોદી અને ફિઝિશિયન ડોક્ટર ચંદ્રહાસ નાયક અને જનરલ સર્જન ડોક્ટર સચિન બલેવિયા અને ગાયનો ક્લોસ્ટ ડોક્ટર શ્વેતા મહેતા દ્વારા 113 દર્દીઓને તપાસ કરેલી આ પ્રસંગે હોસ્પિટલના પ્રમુખશ્રી વસંતભાઈ અને મંત્રી જીતાભાઈ તેમજ ટ્રસ્ટીઓ અને હોસ્પિટલના સ્ટાફ દ્વારા કેમ સફળ બનાવેલ હતો

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores