>
Friday, October 17, 2025

હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે PM સૂર્યદર મુફ્ત વીજળી યોજના અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ

હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે PM સૂર્યદર મુફ્ત વીજળી યોજના અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ

 

સાબરકાંઠા : હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે આજ રોજ PM સૂર્યદર મુફ્ત વીજળી યોજના અંતર્ગત જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

 

આ કાર્યક્રમનું આયોજન યુજીવીસીએલ હિંમતનગર વર્તુળ કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ગામના આગેવાનો, નાગરિકો, યુવાનો તેમજ યુજીવીસીએલના અધિકારીઓ હાજર રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન સાબરકાંઠા બેંકના અધિકારીઓએ યોજનાની વિગતવાર માહિતી આપી, તેમજ ગામના નાગરિકોના વીજળી કનેક્શન, ડીપી તથા રીપેરીંગ સંબંધિત પ્રશ્નોના જવાબ આપી યોગ્ય પગલાં લેવા બાહેધરી આપી.

 

સાથે સાથે કાર્યક્રમમાં નાગરિકોને જણાવાયું કે ભારત સરકારના નવીનીકરણીય ઊર્જા મંત્રાલય (MNRE) દ્વારા મોડલ સોલાર વિલેજ સ્પર્ધા યોજાઈ રહી છે.

આ સ્પર્ધામાં 4000થી વધુ ગામોને આવરી લેવામાં આવશે.

PM KUSUM યોજના હેઠળ 10 મેગાવોટ સુધીના સોલાર પ્લાન્ટ્સ સ્થાપન થશે.

પસંદગી થયેલા ગામોને કેન્દ્ર સરકાર તરફથી આર્થિક સહાય (CFA) આપવામાં આવશે.

અરજી કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે.

 

આ યોજનાઓ દ્વારા ગામોમાં પુનઃનવીનીકરણીય ઊર્જાનો વિકાસ થશે અને ગ્રામ્ય વિસ્તારો ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી.

 

બ્યુરો રિપોર્ટ ….વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores