*નવરાત્રી મહોત્સવ આધ્યશક્તિ આરાધના રંગતાળી 2025 – સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, લીલિયા*
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, લીલિયા ખાતે તા. 27 સપ્ટેમ્બર 2025ના રોજ નવરાત્રી મહોત્સવ આધ્યશક્તિ આરાધના રંગતાળી 2025 નો રંગારંગ કાર્યક્રમ ભવ્યતા સાથે યોજાયો.
કાર્યક્રમની શરૂઆત પૂજન અને આરતી સાથે કરવામાં આવી. બાદમાં વિદ્યાર્થીઓએ પરંપરાગત પરિધાનમાં ઉત્સાહભેર રંગતાળી રમ્યા. ઉત્સવને વધુ રસપ્રદ બનાવવા માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં *બેસ્ટ પરફોર્મન્સ (ભાઈઓ) આ કાર્યક્રમમાં પ્રથમ નંબરે બોળીયા ગોપાલ બીજા નંબરે પરમાર જેસિંગ અને ત્રીજા નંબરે ઝાલા મિલન રહ્યા હતા. બેસ્ટ પરફોર્મન્સ (બહેનો) આ કાર્યક્રમમાં પ્રથમ નંબરે ઉગમણા તન્વીબેન બીજા નંબરે હિરપરા સ્રુષ્ટિબેન અને ત્રીજા નંબરે જાસલીયા આશાબેન રહ્યા હતા. બેસ્ટ ટ્રેડિશનલ ડ્રેસ (ભાઈઓ) આકાર્યક્રમમાં પ્રથમ નંબરે પડસરીયા કમલેશ બીજા નંબરે બોળીયા ગોપાલ અને ત્રીજા નંબરે પ્રિન્સ રહ્યા હતા. બેસ્ટ ટ્રેડિશનલ ડ્રેસ (બહેનો) આ કાર્યક્રમમાં પ્રથમ નંબરે બોહરીયા રજ્જુ બેન બીજા નંબરે ખોડા નિશાબેન અને ત્રીજા નંબરે ડાબસરા ધ્રુવીબેન રહ્યા હતા. ગરબાના શણગાર, ચુંદડી, રૂમાલ, પૂજા-આરતી થાળી સજાવટ* વગેરે કેટેગરીમાં ઇનામોની ઘોષણા કરવામાં આવી હતી.
આ પ્રસંગે આયોજિત વિવિધ સ્પર્ધાનો નિષ્પક્ષ મૂલ્યાંકન *બાબરા કોલેજના પ્રાધ્યાપકો શ્રી અનિલભાઈ વાણવી, શ્રી નિરુબેન બોરિસાણીયા તથા શ્રી રાધિકાબેન વ્યાસ* દ્વારા કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓએ રંગબેરંગી વસ્ત્રો, સુંદર શણગાર અને સર્જનાત્મક રજૂઆત દ્વારા કાર્યક્રમને યાદગાર બનાવી દીધો.
કોલેજના *આચાર્ય શ્રી ડો. રાજેન્દ્રસિંહ રાઠોડ* ના માર્ગદર્શન અને *સપ્તધારા કો-ઓર્ડિનેટર ડો. પ્રકાશભાઈ પરમાર* તથા *સહ-સંયોજકો પ્રો. લાભુભાઈ મેમકિયા (સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા) અને ડો. વિરાજબેન રાઠોડ (ગીત-સંગીત-નૃત્ય ધારા)* ના સંકલનથી કાર્યક્રમનું સફળ આયોજન થયું.
વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇને ઉત્સવને આનંદમય બનાવી દીધો અને આખો કેમ્પસ માતાજીના ગરબા સાથે ગુંજી ઉઠ્યો.