>
Thursday, October 16, 2025

પાટણ માં અંડર બ્રીઝ બનાવવા માટે ખાલકશાપીર ફાટક કોઇ પણ જાતનો ડાયવર્ઝન આપ્યા વગર બંધ કરી દેતા રહીશો પરેશાન

*પાટણ માં અંડર બ્રીઝ બનાવવા માટે ખાલકશાપીર ફાટક કોઇ પણ જાતનો ડાયવર્ઝન આપ્યા વગર બંધ કરી દેતા રહીશો પરેશાન.*

*નોકરી ધંધે જતા લોકો, ગ્રુહીણીઓ,શાળા ટયુશને જતા બાળકો પરેશાન રોડ રસ્તા ના હોવાથી ખાડા વાળા રોડ ને બે બાજુ બાવળીયા થી ભરેલા નેળીયા માં જવા આવવા રહીશો મજબુર. કોઈ અઘટીત ઘટના બને કોઈ અકસ્માત થાય તો શુ રેલ્વે તંત્ર એની જવાબદારી લેશે*

*પાટણ શહેરના ખાલક્ષા પીર રોડ પર રેલવે ફાટક વર્ષોથી કાર્યરત છે અને આસપાસની 7 જેટલી સોસાયટીમાં 500થી વધુ મકાનોમાં 7000 હજાર જેટલા રહીશો વસવાટ કરે છે.ફાટક પર નો એક માત્ર અવર જવર માટે નો રસ્તો છે અને સ્થાનિક લોકો આ રસ્તા નો અવર જવર માટે ઉપયોગ કરી રહ્યા છે.ત્યા ફાટક મુકત કરવા નાળુ પાસ કરવા માં આવ્યુ છે જે બનવાની શરુઆત પણ થઈ છે પણ હાલ કોઈ સારો વ્યવસ્થીત વૈકલ્પીક રસ્તો ના હોવાથી રહીશો પરેશાન છે તો તાત્કાલીક કોઈ રસ્તા ની વ્યવસ્થા આવે એવી રહીશો ની માંગ છે.*

બ્યુરો રિપોર્ટ ઈમરાન મેમણ પાટણ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores