જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્મા મુકામે કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવમાં વેશભૂષા યોજાઈ
નવલી નવરાત્રીના છઠ્ઠા નોરતાએ શ્રી કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ આયોજિત નવરાત્રીના રોજ વેશભૂષા યોજાઈ હતી. જેમાં ભાતીગળ વસ્ત્રો પરિધાન કરી ખેલૈયાઓએ ગરબા ગાઈને આગવું પ્રદર્શન કરેલ. જેમાં રેડ ઇન્ડિયન તથા ભારત માતા અને હેલ્થ અવેરનેસ માટે જુદા જુદા યોગ આસનો દીકરીઓ દ્વારા રજુ કરવામાં આવેલ. દક્ષિણ ભારતની સંસ્કૃતિના પણ દર્શન કરાવવામાં આવ્યા. જ્યોતિ હાઇસ્કૂલ ના આચાર્યશ્રી સુરેશભાઈ પટેલે સૌ દીકરા દીકરીઓને તથા રશ્મિકાંત, શાંતિલાલ, દીપેશ અને યુવક મંડળની આખી ટીમને આશીર્વાદ આપ્યા હતા. સંતશ્રી પંકજદાસજી મહારાજે સૌને બિરદાવી અને જુસ્સો વધાર્યો હતો. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિતિમાં મુખી શ્રી નાનાલાલભાઈ, ડોક્ટર સી કે પટેલ, ડોક્ટર એમ પી પટેલ, ડોક્ટર ધવલ પટેલ, લલીતભાઈ પટેલ, બંટી, જીમીસ તથા જીતુ નરસિંહ અને મુકેશ ત્રિપુટી બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891