શ્રી સત્ય સાંઈબાબા ની જન્મ શતાબ્દી નિમિત્તે વિશ્વભર માં બાબાના અનુઆઈ જન્મ શતાબ્દી ની ભવ્ય ઉજવણી કરી રહ્યા છે ત્યારે સનાતનિ ભારત દેશમાં પણ દેશભર માં શ્રી સત્ય સાંઈબાબાના ચરણ પાદુકા સાથે રથયાત્રા પંચમહાલ જિલ્લા માંથી સાબરકાંઠા જિલ્લા માં અડપોદરા ગામમાં પ્રવેશ કરી આજરોજ હિંમતનગર મુકામે ઉત્સાહભેર પ્રવેશ કરવામાં આવ્યો.
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શામળાજી રોડ પર આવેલ કાંકરોલ ગામના પ્રવેશ દ્વાર શ્રી સત્ય સાંઈબાબા ચરણ પાદુકા રથનો ભવ્ય ઉત્સાહભેર પ્રવેશ કરવામાં આવ્યો.
તારીખ:28/9/2025 ના રોજ સાબરકાંઠા જિલ્લા ના મુખ્ય મથક હિંમતનગર મુકામે શ્રી સત્ય સાઈબાબા ની જન્મ શતાબ્દીની ભવ્ય ઉજવણીના ભાગરૂપે તેમના દિવ્ય સંદેશ અને નિસ્વાર્થ પહોંચાડવા માટે સેવાની ભાવનાને જન જન સુધી પહોંચાડવા માટે શરૂ કરાયેલો પ્રેમ પ્રવાહીની રથ હાલમાં ગુજરાત સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે પહોંચ્યો છે. ગોવા અને મહારાષ્ટ્રની યાત્રા શરૂ કરીને વિવિધ જિલ્લાઓનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ સાબરકાંઠા જિલ્લાના અનેક ગામોમાં ધર્મ અને શાંતિ અને સેવાના સંદેશનો પ્રસારણ કરી રહ્યો છે શ્રી સત્ય સાંઈબાબાને શેરડીના સાઈબાબાના અવતાર તરીકે માનવા માં આવે છે આંધ્ર પ્રદેશમાં આવતરેલા બાબાની દિવ્યતાની સુવાસ માનવ કલ્યાણ અને નિસ્વાર્થ સેવા થકી સમગ્ર વિશ્વમાં પ્રસરી ચુકી છે.
શ્રી સત્ય સાંઈબાબાએ સનાતન ધર્મ ના પાયા સમા વેદો અને ઉપનિષદોના ગુઢ જ્ઞાનને અત્યંત સહજ બનાવીને તેનો નિચોડ બે માહામંત્ર માં આપ્યો છે. આ રથયાત્રાના માધ્યમથી શ્રી સત્ય સાંઈ સંગઠનના અનુયાયો ગામે ગામે ફરીને સંગઠન ની ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિ ઓનો પરિચય આપી રહ્યા છે. આ સાથે તેઓ બાબાએ આપેલ નવ સુતરીત આચાર સહિતા નો પણ પ્રચાર કરી રહ્યા છે ગુજરાત પત્રકાર એકતા પરિષદના પ્રદેશ મહામંત્રી શ્રી કિરણ ભાઈ મલેશિયા ભરતસિંહજી સિસોદિયા (ઇંગ્લેન્ડ) સંદીપસિંહજી સિસોદિયા અજીતસિંહજી ભાટી વિક્રમ સિંહ જી કિશનગઢ રાજેન્દ્રસિંહજી ધર્મેન્દ્રસિંહ જી સિસોદિયા નાની બેબાર સી.એચ.ઓ જનકભાઈ કડિયા ઓમ કુમાર મલેશિયા પંકજભાઈ સોલંકી હર્ષા બેન મલેશિયા કમલજી ભટ્ટ ને વિશિષ્ટ હાજરી માં સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને દિવ્ય જનજાગૃતિ રથના આગમનથી સ્નાનિક લોકોમાં ભારે ઉત્સાહ અને ભક્તિનો માહોલ છવાયો છે
બ્યુરો રિપોર્ટર કમલેશ સિંધી