ગિર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકાના માણેકપુર ગામ ના વિદ્યાર્થી સોલંકી સંદિપ ભુપતભાઇ રાજય કક્ષાએ 1500 મીટર દોડમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો
ઉના તાલુકાના દરિયાકાંઠા ના છેવાડાના ગામ માણેકપુર ના ગરીબ પરીવાર ના દિકરા એ રાજ્ય કક્ષા એ 1500 મીટર દોડમાં પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ જીતી માણેકપુર ગામ અને કોળી સમાજ નુ ગૌરવ વધાર્યું છે અત્રે એ ઉલ્લેખનીય છે કે આ વિધાર્થી સોલંકી સંદિપ ભુપતભાઇ ની આર્થિક પરિસ્થિતિ નબળી હોય દોડ વખતે પગમાં પહેરવા માટે બુટ ની પણ વ્યવસ્થા નો કરી શકાય એટલી બધી પરિસ્થિતિ નબળી હોય તેમ છતાં અડગ મનના માનવીને હિમાલય ટુંકો પડે એ કહેવત સાર્થક કરી બતાવી છે ઉઘાડા પગે આ સોલંકી સંદિપ ભુપતભાઇ એ રાજ્ય કક્ષા ની 1500/મિટર દોડ મા પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને ગોલ્ડ મેડલ જીત્યો છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે આ સોલંકી સંદિપ ના પિતા ઉના વિસ્તાર ના એક પિઢ અને પ્રતિષ્ઠિત વ્યક્તિ ની જમીન મા ભાગિયુ રાખી પોતાના પરિવાર નુ ગુજરાન ચલાવે છે ત્યારે ભુપતભાઇ સોલંકી ના પુત્રોએ ગોલ્ડ મેડલ મેળવી સારી એવી પ્રતિષ્ઠા મેળવી છે
આવા રમતવીરો માટે લોકો એ સહકાર આપવા આગળ આવવું ખુબ જરૂરી છે. બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના