વડાલી 108 ટીમની સરાહનીય કામગીરી સામે આવી
વડાલી તાલુકાના હિંમતપુર ગામમાં કુવા પર પ્રસૂતા ને દુખાવો થતા 108 ને કોલ કર્યો હતો અને 108 દ્વારા હિંમતપુર પહોંચીને પ્રસુતિ કરાવી હતી
હિંમતપુર ગામમાંથી કુવા પરથી 108 નો સંપર્ક કરતા ઈએમટી રીના ચૌધરી તેમજ પાયલોટ મેલાભાઈ રબારી દ્વારા કુવા પર પહોંચીને સફળ પ્રસુતિ કરાવી હતી
હિંમતપુર ગામના સોમીબેન મુકેશભાઈ પરમાર જેમની ચોથી સફળ પ્રસુતિ કરાવી અને બેબી ને ગળામાં નાળ વિન્ટરાયેલ હતી તે દૂર કરીને સફળ ડિલિવરી કરાવી હતી
મુકેશભાઈ અને તેમના પરિવારે 108 ના ઇએમટી રીના ચૌધરી અને પાયલોટ મેલાભાઈ રબારી નો આભાર વ્યક્ત કર્યો હતો
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891