ખેડબ્રહ્મા માં સ્ટેપ એકેડેમી દ્વારા મોબાઈલ રીપેરીંગ ની તાલીમની પૂર્ણાહુતિ કરાઈ
ખેડબ્રહ્મા શહેર માં સ્ટેપ એકેડમી દ્વારા મોબાઈલ ફોન રીપેરીંગની તારીખ 30/ 9/ 2025 ના રોજ તાલીમની પૂર્ણાહુતિ નો કાર્યક્રમ યોજાયો
મોબાઈલ ફોન રીપેરીંગ ની તાલીમમાં ખેડબ્રહ્મા પોશીના તેમજ કોટડાના 28 જેટલા યુવાનો તાલીમમાં જોડાયા હતા
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આદિવાસી સંસ્થાનના સંયોજક શ્રી બાબુલાલજી તથા મુકેશ જી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તાલીમના ટ્રેનર સવજીભાઈ એ યુવાનોને માર્ગદર્શન આપતા જણાવ્યું કે તમને બધાને કોઈપણ સમયે જરૂર પડે તો મારો સંપર્ક સાધી શકો છો
મુખ્ય મહેમાન શ્રી બાબુલાલ જીએ યુવાનોને પ્રેરણા આપતા કહ્યું કે તાલીમ પૂર્ણ કર્યા બાદ તેઓ મોબાઇલ રિપેર અથવા અન્ય ક્ષેત્રમાં રોજગારી શરૂ કરી શકે છે તેમજ ઓફિસ તરફથી સહાયની જરૂર પડે તો સંપર્ક કરી શકે છે
કાર્યક્રમમાં નિરવભાઈ ચાવડાએ જણાવ્યું કે સ્ટેપ એકેડેમી દ્વારા વિવિધ પ્રકારની તાલીમ મળી રહી છે જેનાથી યુવાનો પોતાનો સ્વરોજગાર ઊભો કરી શકે છે આજની તાલીમ પૂર્ણ કર્યા બાદ તમે બીજા યુવાનોને પણ આ કેન્દ્ર તરફ પ્રોત્સાહિત કરો તેમણે યુવાનોને વ્યસનથી દૂર રહી પોતાના રોજગાર ક્ષેત્રે આગળ વધવાની શુભકામનાઓ પાઠવી હતી
સમગ્ર કાર્યક્રમનું સંચાલન નવજીભાઇએ કર્યું હતું તથા શૈલેષભાઈ અને ટીમના અન્ય સાથીદારોની ઉપસ્થિતિમાં તમામ યુવાનોને તાલીમ પુર્ણાહુતિના પ્રમાણપત્રો નું વિતરણ કરાયું હતું અને કાર્યક્રમની પૂર્ણ જાહેર કર્યો હતો
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891