ગીરગઢડા: જાહેર જુગાર રમતા ચાર ઈસમો રોકડ રકમ સાથે ઝડપાયા ગીરગઢડા પોલીસની સફળ કામગીરી: જુગાર ધારા હેઠળ ગુનો દાખલ
ગીરગઢડા: ગીરગઢડા પોલીસ ઇન્સ્પેક્ટર યુ.બી. રાવલની સૂચના હેઠળ પોલીસ સ્ટાફે ગીરગઢડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન જામવાળા ગામ, ફુદડી ધાર ચોકડી પાસે સંયુક્ત બાતમીના આધારે રેઇડ કરી હતી.
બાતમી મુજબ, જામવાળા ગામના કાદા વિસ્તારમાં લીલાબેન વા/ઓફ જવાલભાઇ નાનજીભાઇ ગોહિલના રહેણાંક મકાન પાસે જાહેરમાં કેટલાક ઈસમો ગોળ કુંડાળું વળી ગંજીપાના વડે ‘રોન પોલીસ તીન પત્તી’ નામનો જુગાર રમી રહ્યા હતા.પોલીસે તાત્કાલિક રેઇડ કરી સ્થળ પરથી ચાર ઈસમોને ઝડપી પાડ્યા હતા, જેમાં (૧) જીણાભાઇ અરજણભાઇ ખસીયા, (૨) કાનાભાઇ ગોબરભાઇ ભીમાણી, (૩) ભુપતભાઇ ભીખાભાઈ મકવાણા, અને (૪) લીલાબેન વા/ઓફ જવાલભાઈ નાનજીભાઇ ગોહિલનો સમાવેશ થાય છે.પોલીસે જુગાર રમવાના સાહિત્ય સાથે રોકડા રૂપિયા ૧૪,૦૯૦/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સમગ્ર મામલે ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં પીઆઈ યુ.બી. રાવલ, પીએસઆઈ વી.એન. મોરવાડીયા સહિત પોલીસ સ્ટાફના અનેક કર્મચારીઓ જોડાયા હતા.
રિપોર્ટર ધર્મેશ ચાવડા