સહકારથી સમૃદ્ધિ: સાબરકાંઠાની સહકારી સંસ્થાઓ દ્વારા PM મોદીનો હૃદયપૂર્વકનો આભાર
જિલ્લાભરમાં પોસ્ટકાર્ડ ઝુંબેશને અભૂતપૂર્વ પ્રતિસાદ
સાબરકાંઠા કો ઓપરેટિવ બેંક દ્વારા સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં ૩,૨૫,૦૦૦ પોસ્ટકાર્ડ લખાયા
સહકાર મંત્રાલયની સ્થાપનાથી ગ્રામીણ અર્થતંત્રને નવું જોમ: પશુપાલકોની આવકમાં થયો નોંધપાત્ર વધારો
સાબરકાંઠા જિલ્લામાં હાલમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે એક વિશેષ પોસ્ટકાર્ડ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં જિલ્લાની વિવિધ સહકારી મંડળીઓ ઉત્સાહભેર જોડાઈ રહી છે. આ અભિયાનને વધુ વેગવંતુ બનાવવાના ભાગરૂપે સાબરકાંઠા કો ઓપરેટિવ બેંકના સભાસદોએ પણ વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કરતા ૩,૨૫,૦૦૦ પોસ્ટકાર્ડ લખ્યા છે.
સાબરકાંઠા બેંકના ચીફ એક્ઝિક્યુટિવ શ્રી હિતેનકુમાર નાયકે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સહકાર મંત્રાલયની સ્થાપના થવાથી ગ્રામીણ અર્થતંત્રને મજબૂતી પ્રાપ્ત થઈ છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સહકારી ક્ષેત્ર, ખાસ કરીને પશુપાલન, નવી ઉંચાઈઓ સર કરી રહ્યું છે, જેનાથી લાખો પશુપાલકોને આર્થિક લાભો થયા છે. આ પરિવર્તનકારી નિર્ણયના ફળ સ્વરૂપે, આજે દૂધના ભાવોમાં વધારો થયો છે અને પશુપાલકોની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. મંત્રાલયની રચના બાદ પશુપાલકોને વિવિધ યોજનાઓ અંતર્ગત સબસીડી પણ મળી રહી છે. આ નિર્ણયો અને નીતિઓએ પશુપાલકોને આર્થિક રીતે સશક્ત બનાવ્યા છે, જેના પરિણામે ગ્રામીણ અર્થતંત્રને નવું જોમ અને ગતિ પ્રાપ્ત થઈ છે. પોસ્ટકાર્ડના માધ્યમથી સભાસદો તેમના ‘દિલની વાત’ વડાપ્રધાનશ્રીને પહોંચાડી આભાર વ્યક્ત કરી રહ્યા છે.
આ પોસ્ટકાર્ડ ઝુંબેશ દ્વારા સભાસદોએ વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ લેવાયેલા મુખ્ય નિર્ણયો બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. સહકાર મંત્રાલયની સ્થાપના ઉપરાંત, સહકાર ક્ષેત્રમાં લેવાયેલી નવીન પહેલો, GST સુધારાઓ અને સ્વદેશી ચળવળને પ્રોત્સાહન આપવા બદલ પણ સભાસદોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યો હતો. આ પહેલોએ ગ્રામીણ અર્થતંત્ર અને પશુપાલકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવ્યા છે. આ સામૂહિક ઝુંબેશ સહકાર ક્ષેત્રના લોકોમાં સરકાર પ્રત્યેની સકારાત્મક ભાવનાને દર્શાવે છે.

બ્યુરો રિપોર્ટ…. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9990340891