ઉના તાલુકાના દેલવાડા ગામે ગૃપ્ત પ્રયાગ ખાતે સુવર્ણ કળશ મહાકાળી મંદિર આશ્રમ ખાતે યોજાયો વીના મુલ્યે કેન્સર સારવાર કેમ્પ
ઉના તાલુકાના દેલવાડા ગામે શ્રી રાધે ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ શ્રી રામદેવજી યુવક મંડળ ના સહયોગથી શ્રી પંચ દશનામ જુના અખાડા ના વૈદ શ્રી અર્જુનનંદગીરી મહારાજ મેટોડા જીલ્લો રાજકોટ ના સિધા માર્ગદર્શન હેઠળ કેન્સર રોગ ની સારવાર તથા નિદાન માટે નો કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં વૈદ મહારાજ દ્રારા આર્યુવેદ ભગવાન ધન્વંતરિ ના નિયમો મુજબ દેશી દવા થી ઉપચાર કરવા મા આવેલ તથા જરુરીયાત મુજબ ના દર્દી નારાયણ ને દવા વિતરણ કરવામાં આવી હતી
દેલવાડા સ્થિત શ્રી રાધે ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળા ના ગૌસેવકો એ તથા શ્રી રામદેવજી મહારાજ યુવક મંડળ એ સારી એવી જહેમત ઉઠાવી હતી સાથે સાથે મહાકાળી મંદિર આશ્રમ ના સેવકો દ્વારા પણ ભોજન પ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવી હતી
શ્રી અર્જુનંદગીરી મહારાજ ના જણાવ્યા અનુસાર કેન્સર ની સારવાર આર્યુવેદ મુજબ સકય છે સાથે સાથે અન્ય ગંભીર બીમારી ઓ નો પણ રાહત દરે ઉપચાર કરવા આવસે
આમ આ કેન્સર નિદાન કેમ્પ મા રાધે ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કલ્પેશભાઇ બ્રહ્મભટ્ટ સહિત ના ગૌ સેવકો તથા શ્રી રામદેવજી મહારાજ યુવક મંડળ ના અસવિનભાઇ બાંભણિયા તથા કિરણભગત દમણીયા સહિતના કાર્યકર્તા ઓએ સારી રીતે વ્યવસ્થા કરી હતી
બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના