>
Wednesday, October 15, 2025

એસ.ટી મજદૂર સંઘ હિંમતનગર વિભાગ ના કોષાધ્યક્ષ નિકેશભાઈ જોષી નો નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો

એસ.ટી મજદૂર સંઘ હિંમતનગર વિભાગ ના કોષાધ્યક્ષ નિકેશભાઈ જોષી નો નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો

 

હિંમતનગર એસ.ટી વિભાગીય કચેરી ખાતે ડી.ટી.એસ અધિકારી તરીકે કર્મનિષ્ઠ સેવા બજાવવાની સાથે સાથે એસ.ટી મજદૂર સંઘ – BMS હિંમતનગર વિભાગ ના સનિષ્ઠ અને પ્રામાણિક પણે કોષાધ્યક્ષ તરીકેની વિશિષ્ટ જવાબદારી અદા કરતાં સૌના હિતેચ્છુ એવા શ્રી નિકેશભાઈ જે. જોષી સાહેબ તા. ૩૦/૦૯/૨૦૨૫ ના રોજ વય મર્યાદા ના કારણે એસ.ટી નિગમ ની ફરજ ઉપર થી સેવા નિવૃત્ત થતાં તેમનો વિશિષ્ટ નિવૃત્ત સન્માન સમારોહ કાર્યક્રમ વિભાગીય નિયામક શ્રી કે.સી.બારોટ સાહેબ ના અદયક્ષ સ્થાને વિભાગીય કચેરી હિંમતનગરની પરિવહન શાખા ખાતે શાનદાર રીતે યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિભાગીય પરિવહન અધિકારી સિનિયર ડી.ટી.ઓ શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ, હિસાબી અધિકારી શ્રીમતી દર્શનાબેન પટેલ, ડી.ટી.એસ અધિકારી શ્રીમતી મેઘનાબેન પરમાર, એ.ટી.એસ શ્રી નાથાભાઈ સોલંકી, એસ.ટી મજદૂર સંઘ હિંમતનગર વિભાગ ના પ્રમુખશ્રી રામજીભાઈ દેસાઈ, મહામંત્રીશ્રી જગદીશભાઈ પટેલ, કાર્યકારી પ્રમુખશ્રી અશોકભાઈ રાવલ, સંગઠન મંત્રીશ્રી નાગેન્દ્રસિંહ ચૌહાણ, ઉપપ્રમુખશ્રી પ્રિતેશભાઈ જયસ્વાલ, મહાવીરસિંહ રાઠોડ, હિમેશભાઈ પરમાર, નજીરભાઈ ખાણુંશિયા, ભરતભાઈ દેસાઈ, રાજુભાઈ જયસ્વાલ, કનકસિંહ ઝાલા, અજયભાઈ, ભરતસિંહ, રાજેન્દ્રસિંહ ઝાલા, વિભાગીય કચેરી ખાતે ના તમામ શાખા અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ, વિભાગ ના તમામ ડેપો એકમ ખાતે થી ઉપસ્થિત પ્રમુખશ્રી, મંત્રીશ્રી તેમજ કાર્યકર્તા ભાઈ બહેનો ઉપસ્થિત રહી આદરણીય નિકેશભાઈ જોષી સાહેબ નું મુવમેન્ટો તેમજ શાલ થી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.

વિભાગ ના વડા વિભાગીય નિયામકશ્રી કે.સી.બારોટ સાહેબ એ સૌ પ્રથમ શુકનવંતી શ્રીફળ, સવા રૂપિયો અને ફુલહાર થી સન્માન કર્યું હતું. અને જણાવ્યું હતું કે આવા કર્મનિષ્ઠ કર્મચારીઓ અધિકારીઓ નિવૃત્ત થાય તો તેમની ખોટ વિભાગ માં જરૂર થી વર્તાતી હોય છે. આજે આટલી મોટી સંખ્યામાં સૌ ઉપસ્થિત રહી સન્માન કરી રહ્યાં છો જે આનંદ ની વાત છે. તેમનું શેષજીવન સુખમય, આરોગ્ય સુખાકારી નિવડે તેવી હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે વિભાગીય કચેરી ના તમામ શાખા અધિકારીશ્રીઓ, કર્મચારીઓ તેમજ એસ.ટી મજદૂર સંઘ હિંમતનગર વિભાગ ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી શાનદાર રીતે ઉજવવા માં આવ્યો હતો. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે જે કોઈ સહભાગી બન્યાં કે ન બન્યાં એ મહત્વનું નથી પરંતુ ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો તે બદલ એસ.ટી મજદૂર સંઘ હિંમતનગર વિભાગ તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

 

તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores